ભૂલ ભૂલૈયાની સિકવલમાં કાર્તિક આર્યન

ભૂલ ભૂલૈયાની સિકવલમાં કાર્તિક આર્યન
થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે અક્ષયકુમારની સુપરહિટ ફિલ્મ ભૂલ ભૂલૈયાની સીકવલ બનાવવામાં આવશે. હવે તે વાત ફાઇનલ થઇ છે. ભૂલ ભૂલૈયાના બીજા ભાગમાં અક્ષયકુમાર નહીં હોય તેના સ્થાને કાર્તિક આર્યન હશે. ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ આજે જાહેર થયો છે. જેમાં પીળા રંગના કુર્તામાં કાર્તિક પહેલા ભાગના અક્ષયના પાત્ર જેવો જ લાગી રહ્યો છે. ભૂલ ભૂલૈયાના પહેલા ભાગનું દિગ્દર્શન પ્રિયદર્શને સંભાળ્યું હતું. જ્યારે બીજા ભાગનું દિગ્દર્શન અનીસ બઝમીને સોંપાયું છે. બીજા ભાગમાં કાર્તિક આર્યન સામે હિરોઇન કોણ હશે તે જાહેર થયું નથી. રિપોર્ટ અનુસાર સારા અલી ખાન, જાહનવી કપૂર અને અનન્યા પાંડે રેસમાં છે. ભૂલ ભૂલૈયાના પહેલા ભાગમાં અક્ષયકુમાર સાથે વિદ્યા બાલન, સાઇની આહુજા અને અમીષા પટેલ હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer