ભારતે કહ્યા વિના સતલજનું પાણી છોડયું, પૂરનું જોખમ: પાકનો આરોપ

ભારતે કહ્યા વિના સતલજનું પાણી છોડયું, પૂરનું જોખમ: પાકનો આરોપ
ઈસ્લામાબાદ, તા. 19: પાકિસ્તાને આરોપ મુક્યો છે કે ભારતે કોઈપણ જાતની જાણ કર્યા વિના સતલજ નદીથી બે લાખ ક્યુસેક પાણી છોડયું હોવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં પ્રશાસને સતલજ અનઅલચી બાંધમાં પાણી છોડાયા બાદ પૂર સંબંધિત એલર્ટ જારી કર્યું છે.
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ પ્રમાણે પંજાબ પ્રાંતના પ્રશાસને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 1,25,000 અને 1,75,000 ક્યુસેક વચ્ચે પૂરનું પાણી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત સંબંધિત એજન્સીઓને સુરક્ષાત્મક ઉપાય કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ખૈબર પખ્તુનખ્વાના અધિકારીએ કહ્યું હતું કે, ભારત તરફથી અચાનક અલચી બાંધમાં પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી સિંધુ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer