કાશ્મીરમાં શાળાઓ ખુલી: વિદ્યાર્થીઓની પાંખી હાજરી

કાશ્મીરમાં શાળાઓ ખુલી: વિદ્યાર્થીઓની પાંખી હાજરી
આગામી અઠવાડિયે મોબાઈલ સેવા અંગે થઈ શકે છે નિર્ણય : ઘાટીમાં હજી શાળા કોલેજો બંધ
શ્રીનગર, તા. 19 : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવામાં આવ્યાના 14 દિવસ બાદ શાળા ફરીથી ખોલી દેવામાં આવી છે. શ્રીનગરની 190 કરતા પણ વધારે પ્રાથમિક શાળા ખુલી ગઈ છે.  આ શાળામાં નોંધપાત્ર હલચલ જોવા મળી હતી. જો કે પહેલા દિવસે આશા કરતા ઓછા વિદ્યાર્થીઓ શાળાએ પહેંચ્યા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે સ્થિતિમા ંઝડપી સુધારો આવશે અને શાળામાં બાળકોની સંખ્યામાં પણ વધારો જોવા મળશે. પ્રાયમરી બાદ સેકન્ડરી શાળા પણ ખોલવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ સર્વિસ પણ આવતા અઠવાડીયાથી બહાલ કરવાની વિચારણા થઈ રહી છે. બીજી તરફ ઘાટીમાં હજી પણ મોટાભાગની શાળા બંધ છે અને વાલીઓ બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે.
કાશ્મીરમાં સોમવારે પ્રતિબંધોમાં વધુ ઢીલ આપવામાં આવ્યા બાદ શાળાઓમાં શિક્ષક અભ્યાસ કરાવવા માટે પહોંચ્યા હતા પણ છાત્રની સંખ્યા પૂરતી જોવા મળી નહોતી. અધિકારીઓના કહેવા પ્રમાણે સરકારે શ્રીનગરમાં 190 પ્રાથમિક શાળા શરૂ કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે. જ્યારે ઘાટીમાં હજી પણ પૂરતા સુરક્ષા દળો તૈનાત છે અને શાળાઓ સતત 15મા દિવસે પણ બંધ કરી રહી હતી.  અધિકારીઓના કહેવા પ્રમાણે પટ્ટન, પલ્હાલન, સિંહપૂરા, બારામુલા અને સોપોરમાં પ્રતિબંધમાં કોઈ રાહત આપવામાં આવી નથી. જિલ્લામાં બાકી સ્થળોએ શાળા ખુલ્લી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી શાળા અને કોલેજ ફરી શરૂ કરવાનો નિર્ણય આગામી બે કે ત્રણ દિવસમાં લેવામાં આવશે. કાશ્મીરમાં લેન્ડલાઈન બાદ હવે મોબાઈલ સેવા પણ બહાલ કરવાનો નિર્ણય આગામી અઠવાડિયામાં થઈ શકે છે.
ઘાટીમાં પ્રશાસનિક અધિકારીઓ દ્વારા લેન્ડલાઈન ટેલિફોન એક્સચેન્જના પ્રભાવની ગણતરી કર્યા બાદ જ કાશ્મીરમાં મોબાઈલ સેવા બહાલ કરવાનો નિર્ણય લેવામાં આવશે. સેવા બહાલ થયા બાદ શરૂઆતમાં માત્ર ઈનકમિંગ સેવા અપાશે.  સ્થાનિક લોકો જમ્મુ કાશ્મીરથી બહારના રાજ્યના કોલ લઈ શકશે અને આઈએસડીની સુવિધા પણ ઁમળવી શકશે. જો કે મોબાઈલ ઈન્ટરનેટ હજી થોડો સમય બંધ રહેશે. 
 
કાશ્મીર : બોગસ દાવાથી ઘેરાઇ: શહલા
નવી દિલ્હી, તા. 19 : કાશ્મીરની સ્થિતિ પર પાયાવિહોણા અને બનાવટી શ્રેણીબદ્ધ આક્ષેપો કરનારા જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના નેતા શહલા રાશિદ ચોમેરથી ઘેરાયાં છે. કાશ્મીરમાં હાલત બેહદ ખરાબ હોવાના દાવા સાથે ગઇકાલે રવિવારે અનેક ટ્વિટ કરનાર જેએનયુ છાત્રા શહલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ સાથે તેની ધરપકડની માંગ   કરાઇ છે. ભારતીય સેનાએ શહલા પર પ્રહારો કરતાં તેના આક્ષેપોને તથ્યહીન-પાયાવિહોણા ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે તો શહલા સામે ફરિયાદ નોંધાવી નાખી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer