ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ: ગુરુવારે ઘોષણા

ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ: ગુરુવારે ઘોષણા
 ખજઊં પ્રસાદના અધ્યક્ષપદ હેઠળની સમિતિ પસંદગી કરશે
નવી દિલ્હી, તા.19: કપિલ દેવના વડપણ હેઠળની ત્રણ સદસ્યની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) દ્વારા ફરી એકવાર રવિ શાત્રીની હેડ કોચ તરીકે પસંદગી બાદ હવે સપોર્ટ સ્ટાફની પસંદગી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. જે કોચ શાત્રી સાથે મળીને ટીમ ઇન્ડિયાને આગળ લઇ જવાનું કામ કરશે. સપોર્ટ સ્ટાફ પસંદ કરવાની જવાબદારી એમએસકે પ્રસાદના અધ્યક્ષપદ હેઠળની પાંચ સદસ્યની સીનીયર પસંદગી સમિતિને સોંપાવમાં આવી છે. સમિતિએ ગુરૂવાર સુધીમાં સપોર્ટ સ્ટાફના નામોની લગભગ ઘોષણા કરશે.
બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીએ જણાવ્યું છે કે સપોર્ટ સ્ટાફની પસંદગી પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરાયો છે. આ પ્રક્રિયા પૂરી થવામાં ત્રણ-ચાર દિવસનો સમય લાગશે. બીસીસીઆઇના નવા બંધારણ અનુસાર હેડ કોચની પસંદગી ક્રિકેટ સલાહકાર સમિતિની છે. જ્યારે સપોર્ટ સ્ટાફની નિયુક્તિ મુખ્ય પસંદગી સમિતિ કરશે.
રિપોર્ટ અનુસાર સપોર્ટ સ્ટાફમાં ભરત અરૂણ ફરી બોલિંગ કોચ તરીકે પસંદ થશે. તેમના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઇનઅપ મજબૂત બની છે. ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર પણ ચાલુ રહે તેવી સંભાવના છે. આથી આફ્રિકાના દિગ્ગજ જોન્ટી રોહડસ પસંદ ન થાય તેવા રિપોર્ટ છે. સૌથી મોટો ખતરો બેટિંગ કોચ સંજય બાંગર પર છે. તેના રહેતા ભારતીય ટીમનું મધ્યક્રમ મજબૂત બની શકયું નથી. પાછલા કેટલાક વર્ષોથી નંબર ચારની જગ્યા પર ટીમને સારો બેટસમેન મળ્યો નથી. બેટિંગ કોચ માટે પૂર્વ પસંદગીકાર વિક્રમ રાઠોર અને પૂર્વ બેટસમેન પ્રવીણ આમરેએ અરજી કરી છે. તે બન્ને હરીફાઇમાં છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer