જમ્મુ-કાશ્મીરમાં રોકાણ આકર્ષવા ઓકટેબરમાં પ્રથમ ઈન્વેસ્ટર સમિટ

જમ્મુ-કાશ્મીરમાં રોકાણ આકર્ષવા ઓકટેબરમાં પ્રથમ ઈન્વેસ્ટર સમિટ
જમ્મુ તા.13: જમ્મુ કાશ્મીર માટેની કલમ 370 દૂર કરાયા બાદ આ પ્રદેશમાં મોટી યોજનાઓ સાકાર કરવાના સંકેત છે: જમ્મુ કાશ્મીરમાં મૂડીરોકાણ આકર્ષવા પ્રથમ વાર ઈન્વેસ્ટર સમિટ માટે આયોજન થનાર છે- તા. 12થી 14 ઓકટોબર દરમિયાન આ સમિટ થશે એમ જણાવી જમ્મુ કાશ્મીરના અગ્ર સચિવ (વાણિજય અને ઉદ્યોગ) નવીન ચૌધરીએ ઉમેર્યુ હતું કે તેનાથી બહારની વ્યાપારવાણિજય આલમમાં રહેલી ભીતિઓ અને દહેશતો તે થકી દૂર કરવાની તક મળશે.
સમિટના આરંભનો સમારોહ શ્રીનગરમાં થશે જયારે સમાપન જમ્મુમાં કરાશે. તે સાથે આ પ્રદેશના અન્ય વિસ્તારોને ય તેમાં સામેલ કરવા વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે. સામાન્ય રીતે આવી સમિટની તૈયારી માટે 6થી 8 મહિનાઓનો સમય જોઈતો હોય છે તે જોતાં ઓછા સમય છતાં સમિટ સફળ બનાવવા કોઈ કસર છોડવામાં નહીં આવ એમ જણાવી ચૌધરીએ ઉમેર્યુ હતું કે સમિટ સફળ બનાવવા અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ, મુંબઈ વ. શહેરોમાં રોડ શોનું આયોજન કરવામાં આવશે. સમિટમાં મુખ્યત્વે કૃષિ, હેલ્થકેર, સ્કિલ, મેન્યુફેકચરીંગ, પ્રવાસન જેવા સેકટર પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સમિટ માટે બે હજારથી વધુ રોકાણકારોને આમંત્રણ મોકલાશે, જેમાં સીઆઈઆઈની મદદ લેવાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer