સિક્કિમમાં રાતોરાત ભાસિક્કિમમાં રાતોરાત ભાજપ પાસે શૂન્યમાંથી 10 ધારાસભ્ય

સિક્કિમમાં રાતોરાત ભાસિક્કિમમાં રાતોરાત ભાજપ પાસે શૂન્યમાંથી 10 ધારાસભ્ય
ગંગટોક, તા.13: સિક્કિમ વિધાનસભામાં અત્યાર સુધી ખાતુ પણ નહીં ખોલાવી શકનાર ભાજપને વગર ચૂંટણીએ 10 વિધાયકો થઈ ગયા છે. સિક્કિમનો મુખ્ય પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (એસડીએફ)ના 10 ધારાસભ્યો આજે રાજધાની દિલ્હીમાં ભાજપમાં જોડાઈ ગયા હતા. પૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ સહિત પ ધારાસભ્યો સીવાયના બાકીના તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતાં ભાજપને રાજ્યમાં જબરદસ્ત રાજકીય ફાયદો થયો છે.
સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે સિક્કિમમાં 25 વર્ષ સુધી શાસન કર્યું. સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2019માં પવન કુમાર ચામાલિંગની પાર્ટી એસડીએફના 15 ધારાસભ્યો જીત્યા હતા. બીજી તરફ, ભાજપ એક સીટ પણ જીતી નહોતું શક્યું પરંતુ એસડીએફના 15માંથી 10 ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપ એક જ ઝાટકે ઝીરોમાંથી 10 થઈ ગઈ છે.
પવન ચામાલિંગે 1933માં એસડીએફની રચના કરી હતી. પાર્ટીએ ત્યારબાદથી 1994, 1999, 2004, 2009, 2014ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બુહમતથી સરકાર બનાવી. જોકે, 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એસડીએફને હારનો સામનો કરવો પડયો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (એસકેએમ)ની સરકાર છે. પ્રેમ સિંહ તમાંગ મુખ્યમંત્રી છે.
સિક્કિમના ઈતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હોય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer