જૂનાગઢ અને માંગરોળમાં 16 જેટલા બાઇક ચોરી અંગે બે ઝડપાયા

જૂનાગઢ અને માંગરોળમાં 16 જેટલા  બાઇક ચોરી અંગે બે ઝડપાયા
જૂનાગઢ, તા.13: જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી બાઇક ચોરીના રવાડે ચડેલા બે શખસોને પોલીસે પકડી પૂછપરછ કરતાં બન્નેએ કુલ 16 બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પાર્કિંગમાં બાઇક પાસે બેસી માસ્ટર કી લગાવી ચોરી
કરતા હતા.
આધેડનગર વિસ્તારમાં રહેતા હરસુખભાઇ સોલંકીના બાઇકની રાયજીબાગમાં નોબલ પ્લેટિનમ બિલ્ડિંગના પાર્કિંગમાંથી ચોરી થઈ હતી. પીએસઆઇ આર.એમ.ચૌહાણ, એન.કે.વાજા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સેલના આધારે હાજીયાણી બાગ નજીકથી જમાલવાડી વિસ્તારમાં રહેતા યુસુફ મુસા ખેભર (ઉ.વ.40) તથા કાસીમ ઉર્ફે શબ્બીર ઉર્ફે બોટી ઉર્ફે ડાડો ઇસ્માઇલ મકવાણા (ઉ.વ.22)ને ચોરી કરેલા બાઇક સાથે પકડી લીધા હતા. પૂછપરછ કરતા આ બાઇક ચારથી પાંચ દિવસ પહેલા ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં બન્ને પોપટ બન્યા હતા અને બન્નેએ સિવિલ હોસ્પિટલ, રેલવે સ્ટેશન, સાબલપુર, ખામધ્રોળ રોડ, ભવનાથ, જયશ્રી રોડ, કેવડાવાડી, સ્ટેશન રોડ, રઘુવીર સોસાયટી સહિતના વિસ્તારમાંથી તથા એક માંગરોળમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તમામ બાઇ 4.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યુસુફ ખેભર સુખનાથ ચોકમાં કરિયાણાની દુકાન ચલાવતો તેમાં ખાસ નફો ન થતો અને પૈસાની જરૂર હોવાથી બાઇક ચોરીના રવાડે ચડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer