બેંગ્કોકોમાં હાલ કુલી નંબર વનની રીમેક ફિલ્મનું શુટીંગ ચાલી રહયું છે. બે દિવસ પહેલા આ ફિલ્મની અભિનેત્રી સારા અલી ખાનનો 24મો જન્મદિન ફિલ્મના સેટ પર ઉજવવામાં આવ્યો હતો. કુલી નંબર વન 1990ની ગોવિંદા, કરિશ્મા કપૂર અને કાદર ખાનની હિટ ફિલ્મ હતી. હવે તેના જ ડાયરેકટર ડેવિડ ઘવન તેના પુત્ર વરૂણની સાથે સારા અલી, પરેશ રાવલ અને રાજપાલ યાદવને લઇને રીમેક બનાવી રહયા છે. રિપોર્ટ અનુસાર સારાના બર્થ ડે પર તેનો કહેવાતો પ્રેમી કાર્તિક આર્યન પણ બેંગ્કોક પહોંચ્યો હતો.
કુલી નં. વનના સેટ પર સારાનો જન્મદિન ઉજવાયો
