આનંદ એલ. રાયની ફિલ્મમાં ક્રીતિ સનોન

આનંદ એલ. રાયની ફિલ્મમાં ક્રીતિ સનોન
ક્રીતિ સનોન છેલ્લે અર્જુન પટિયાલા નામની કોમેડી ડ્રામા ફિલ્મમાં પંજાબી કલાકાર દલજીત દોસાંજ સાથે નજરે પડી હતી. જો કે ક્રીતિની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી શકી નથી. તે હાલ આશુતોષ ગોવારિકરની પિરિયડ ડ્રામા ફિલ્મ પાણીપતનું શૂટિંગ કરી રહી છે. જેમાં તેની સાથે અર્જુન કપૂર અને સંજય દત્ત છે. હવે એવા રીપોર્ટ છે કે આનંદ એલ. રાજના પ્રોડક્શન હાઉસની એક નવી ફિલ્મ માટે ક્રીતિ સનોન કરારબદ્ધ થઈ છે. આ ફિલ્મનું ડાયરેક્શન વિની મેથ્યુસને સોંપવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટાઇટલ હજુ  ફાઇનલ થયું નથી. ક્રીતિ સામે હીરો કોણ હશે તે પણ જાહેર થયું નથી. ક્રીતિ સનોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇંસ્ટાગ્રામ પર 24 મિલિયન ફેન હોવાનું જાહેર થયું છે. આ વર્ષે તેની કાર્તિક અયાન સાથેની ફિલ્મ લુક્કા છૂપ્પી હિટ રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer