‘હેલ્લારો’ મહિલા અભિવ્યક્તિની ફિલ્મ: અભિષેક શાહ

કિશોર ડોડિયા
રાજકોટ તા.13 : કેતન મહેતાની ફિલ્મ ભવની ભવાઈ પછી  બીજી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની  નેશનલ એવોર્ડ માટે પસંદગી થઈ છે, આ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ ચર્ચામાં છે ત્યારે ફિલ્મના દિગ્દર્શક, લેખક અને સહનિર્માતા અભિષેક શાહે ફૂલછાબ સાથે કરેલી વાતચીત ફિલ્મને જોવાની આતુરતા વધારે તેવી છે.
અભિષેક કહે છે, ‘પહેલા તો હું કહી દઉં કે આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર નહીં પરંતુ મહિલાઓની અભિવ્યક્તિને પ્રગટ કરતી ફિલ્મ છે. હેલ્લારો એટલે ઉમળકો, ઉત્સાહ એક મંજરી નામની પરિણીત મહિલા કચ્છના રણ વચ્ચે આવેલા કુરન ગામમાં રહે છે આ મહિલા સાથેની અન્ય મહિલાઓનું જૂથ બન્યા પછી તેના જીવનમાં કેવા પરિવર્તન આવે છે? અને જે ગામમાં પુરુષ વર્ગ દ્વારા મહિલાઓ પર લગાવવામાં આવેલી કેટલીક પાબંદીમાંથી મહિલાઓ કેવી રીતે બહાર આવે છે તેની વાત છે.
197પમાં કચ્છના રણ વચ્ચે આવેલા ગામની આ વાતને અમે ફીચર ફિલ્મરૂપે લાવવા બહુ મહેનત કરી છે, ખાસ કરીને શાટિંગ દરમિયાન આખા યુનિટને અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો પરંતુ ફિલ્મની વાર્તા જ એવી છે કે યુનિટમાં પણ  જાણે એક હેલ્લારો જ આવ્યો હોય તેમ ઉમળકા સાથે સૌએ નિષ્ઠાપૂર્વક કામ કર્યુ.
આ ફિલ્મની પટકથાના એક લેખક પૈકીના પ્રતીક ગુપ્તા છે, પ્રતીક આમ તો નોનગુજરાતી છે પરંતુ વર્ષોથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા તેમનો આ પરિવાર સવાયો ગુજરાતી છે, પ્રતીકની સાથે મીત જાની પણ ક્રીન પ્લે લખવામાં સાથે રહ્યા છે, એમણે પણ ‘ગુંગા પહેલવાન’ માટે વર્ષ 2014માં નવોદિત દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો. ખાસ કરીને જે બાર ત્રી કલાકારોને સ્પેશ્યલ જયૂરી મેન્શન બેસ્ટ એકટ્રેસના એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે એ પણ આ ફિલ્મનું જમા પાસુ છે, આ કલાકારોમાં શ્રધ્ધા ડાંગર, તેજલ પંચાસરા, બ્રિન્દા ત્રિવેદી નાયક, તાજરાની ભાડિયા, નીલમ પંચાલ, કૌસુંમ્બી ભટ્ટ, ડેનિશા ઘુરમા, સચિ જોષી, રિધ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતા બચવાની અને પ્રાપ્તી મેહતાનો સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer