હિમાચલ પ્રદેશના એન્જિનિયરે નોકરી છોડી, ખોલી ગૌશાળા

ગણો, નુરપુર ગામમાં ગૌશાળામાં 55 સ્વદેશી ગાયો
રાજકોટ: હિમાચલ પ્રદેશના યુવા એન્જિનિયર રાજેશ ડોગરાએ હાલમાં જ પ્રતિષ્ઠિત કંપનીની નોકરી  છોડી હિમાચલમાં ગૌશાળા ખોલી છે અને તેને વ્યવસાયીક સ્વરૂપ આપી પોતાનું અને ગૌમાતાનું કલ્યાણ કર્યુ છે.
ગૌમાતાનું રક્ષણ, સંવર્ધન તેને અર્થકારણ સાથે જોડીશું તો અને તો જ થઇ શકશે. તેવો સ્પષ્ટ મત રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાનો છે. ડો. વલ્લભભાઇ કથીરિયાએ રાજેશ ડોગરાનું અભિવાદન કરતા જણાવ્યું કે, આ પ્રકારના પ્રયાસો યુવા પેઢી માટે ઉદાહરણ અને પ્રેરણા ત્રોત છે. તેઓએ ગૌરક્ષણ અને સંવર્ધનના કાર્યોને આત્મનિર્ભર બનાવવા માટે સુચનો કરતા જણાવ્યું કે, નાની તથા નવી શરૂ થનાર ગૌશાળામાં એક જાતિના જ પશુઓનું રક્ષણ અને સંવર્ધન કરવું જોઇએ. અને વધારે જાતિઓ નહીં.
ગૌશાળામાં જૈવિક ખાતર બનાવવાનું, ખેડૂતોને પ્રશિક્ષિત કરવાનું, ગૌચરનો વિકાસ કરવાનું અને અન્ય પ્રકારના ઓર્ગેનિક ઉત્પાદકોને તૈયાર કરવાનું તથા એમની માર્કેટીંગની સાથે સાથે તેમનો પ્રચાર-પ્રસાર પર ધ્યાન દેવું જરૂરી હોય છે.
એન્જિનિયર રાજેશ ડોગરાની ગૌરક્ષણ સંસ્થા ‘સ્વદેશી કામધેનું ગૌશાળા’ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ગણો-નુરપુર નામક ગામમાં બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. હાલમાં ગૌશાળામાં કુલ 55 સ્વદેશી ગાયો છે જેમાં સહીવાલ રાઠી અને ગીર જાતીની ગાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer