અંકુશરેખાએ ચિંતાનું કારણ નથી: રાવત

અંકુશરેખાએ ચિંતાનું કારણ નથી: રાવત
નવી દિલ્હી, તા. 13 : છેલ્લા થોડા દિવસથી અંકુશરેખાએ પાક અતિરિકત દળો તૈનાત કરતું આવ્યુ છે તે બાબતને રાબેતાની પ્રોસીજર જણાવી આર્મી વડા જનરલ બિપીન રાવતે ગૌણ ગણાવી ભારપૂર્વક જણાવ્યુ હતું કે આ પ્રદેશમાંના કોઈ પણ સલામતી પડકાર સાથે કામ પાડવા સજ્જ  છે. દરેક દેશ આગોતરી સાવચેતીના પગલાં લેતો હોય અને પાકે દળો તૈનાત કર્યા એ કોઈ ચિંતાની બાબત નથી એમ તેમણે ઉમેર્યુ હતું.
આગામી દિવસોમાં અંકુશરેખાએ વૈમનસ્ય ઉંચે જશે કે એવા પ્રશ્ને રાવતે જણાવ્યુ હતું કે એ તો પાકે પસંદ કરવાનું છે. (અંકુશરેખાએ પાક આર્મી મોટી તોપો ખડકી રહ્યું છે)
જમ્મુ્ કાશ્મીર અંગેના પગલા અનુસંધાને પાકના સંભવિત દુ:સાહસને અસરકારકપણે મારી હઠાવવા અંકુશરેખાએ આર્મી હાઈ એલર્ટ કરાયું છે. કોઈ પણ મુલ્કી વિક્ષોભને રોળી નાખવા આર્મીના ટોચના કમાન્ડરો આ પ્રદેશમાંની એકંદર સલામતી પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે.  
કલમ 370: સરકારનાં પગલાને ગેરબંધારણીય ગણાવતાં પ્રિયંકા
નવીદિલ્હી, તા.13 : કલમ 370 પાછી ખેંચવા સાથે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનાં કેન્દ્ર સરકારનાં પગલાનાં વિરોધમાં હવે કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ઝુકાવ્યું છે અને તેમણે કહ્યું હતું કે, મોદી સરકારની આ કાર્યવાહી બિનલોકતાંત્રિક ઢબે થઈ છે.
પ્રિયંકાએ કહ્યું હતું કે, જે કંઈપણ બન્યું છે તે સદંતર ગેરબંધારણીય છે અને પ્રજાતંત્રનાં સિદ્ધાંતોની ખિલાફ છે. આવું કરવું હોય તો પણ તેનાં માટેનાં નિયમો છે અને મોદી સરકારે તેનો ભંગ કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer