જમ્મુ-કાશ્મીરનાં સીમાંકન માટે ચૂંટણીપંચની કવાયતનો આરંભ

જમ્મુ-કાશ્મીરનાં સીમાંકન માટે ચૂંટણીપંચની કવાયતનો આરંભ
નવીદિલ્હી, તા.13: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને કમજોર કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશમાં તબદિલ કરી દેવામાં આવ્યા બાદ હવે આ વિસ્તારનું નવેસરથી રાજકીય સીમાંકન થવું જરૂરી બન્યું છે ત્યારે આજે ચૂંટણીપંચે પહેલીવાર આ વિશે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. જેમાં પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી નવા સીમાંકનની જાણકારીઓ માગી હતી. ચૂંટણીપંચ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અનુરોધ બાદ સીમાંકનની આ કાર્યવાહી હાથ ધરશે. આના માટે પંચે કેન્દ્ર સરકારનાં પ્રતિનિધિઓ સાથે મળીને સીમાંકન પંચનું ગઠન પણ કરશે. આ ઉપરાંત ચૂંટણીપંચ તરફથી રાજકીય પક્ષો, સ્થાનિકો સાથે વિચાર વિમર્શ બાદ આખરી અહેવાલ તૈયાર કરવામાં આવશે. જે પછીથી કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનવા સાથે પોતાની વિધાનસભા પણ ધરાવતો પ્રદેશ બનશે. ચૂંટણીપંચે આજની બેઠકમાં આ અંગે પ્રાથમિક ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા સહિતના તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer