યુવાનની હત્યામાં પકડાયેલા બંને ભાઈ સહિત ચાર શખસ રિમાન્ડ પર

યુવાનની હત્યામાં પકડાયેલા બંને ભાઈ સહિત ચાર શખસ રિમાન્ડ પર
રાજકોટ, તા.ર1 : ગાંધીગ્રામના નાણાવટી ચોકમાં વાહન અથડાવાની બાબતમાં આકાશ ભગવાનજીભાઈ રાઠોડ નામના ભીલ યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ અગે પોલીસે મૃતક આકાશના ભાઈ અંકીત રાઠોડની ફરિયાદ પરથી શહેજાદ ઉર્ફે નવાબ, ફૈઝલ, અંકીત અને વિનય સહિત ચાર શખસો વિરુધ્ધ હત્યા અને એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન ગાંધીગ્રામ પોલીસે સેજાદ ઉર્ફે નવાબ સુલતાન જલવાણી, વિનય ઉર્ફે ભુરો ઉર્ફે મુસ્તાન રાજુ ઉકેડીયા, અંકીત ઉર્ફે અકીજ રાજુ અજલાણી અને ફૈઝલ રાજુ અજલાણી નામના શખસોની ધરપકડ કરી હતી અને છરી તથા બે વાહનો કબજે કર્યા હતા અને ચારેય શખસોને એક દિવસના રિમાન્ડ પર લઈ આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer