ઈશ્વરિયાના મેળા માટે ચકરડીના ફોર્મનું આજથી વિતરણ શરૂ થશે

રાજકોટ, તા.21 : જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની સાથોસાથ ઈશ્વરીયાના મેળાની પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ મેળામાં હાથથી ચાલતી નાની ચકરડીના ફોર્મનું સોમવારથી વિતરણ કરવામાં આવશે. પ્રાંત અધિકારીની કચેરીએથી જણાવ્યા અનુસાર ઈશ્વરીયાના મેળામાં હાથથી ચાલતી નાની ચકરડી મૂકવા માંગતા ધંધાર્થીઓ માટે ફિક્સ રૂ.10 હજાર ભાડું રાખવામાં આવ્યું છે અને વધુ ફોર્મ ભરાશે તો ડ્રો દ્વારા જગ્યા ફાળવવામાં આવશે.

લોકમેળાને ચાર કરોડનું વીમાકવચ
રાજકોટના લોકમેળામાં આવનાર સહેલાણીઓ તથા ધંધાર્થીઓના જાનમાલની સલામતી માટે રૂ.4 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. લોકમેળા આયોજન સમિતિના સુત્રોએ જણાવ્યું હતુ કે, આ વીમામાં ગ્રાઉન્ડ, પ્લોટ, સ્ટોલ વિગેરેને આવરી લેવામાં આવ્યા છે. ભારે વરસાદ, વાવાઝોડા, આગજની તથા અકસ્માત વિગેરે સામે વીમો લેવયો છે. આ માટે લોકમેળા આયોજક સમિતિએ રૂ.13,885નું પ્રિમીયમ ભર્યુ છે.
પાર્કિંગ માટે આજથી ટેન્ડર બહાર પડશે
લોકમેળા માટે પાર્કિંગના અલગથી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. તા.22 જુલાઈથી 6 મે સુધી જૂની કલેક્ટર કચેરી ખાતે ટેન્ડર ભરવામાં આવશે અને તા.6ઠી મે ના રોજ હરાજીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer