ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ કરનાર વેપારીની ધરપકડ

વીડિયો શૂટીંગ ઉતારી સીન જમાવવા જતા લોકઅપ જોવી પડી

રાજકોટ, તા.ર1 : સાંઈનગર મેઈન રોડ પર રહેતા અને કન્સ્ટ્રશનનું કામકાજ કરતા સંદીપ સતુભાઈ બુધરાણી નામના વેપારીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોલીસ સાથે માથાકુટ કરી ફરજમાં રુકાવટ કરતા પોલીસેમેન કૃષ્ણસિંહ સુજાનસિહ ગોહિલની ફરિયાદ પરથી ગુનો નોંધી સંદીપ સતુભાઈ બુધરાણીની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે પોલીસસુત્રોના જણાવ્યા મુજબ અગાઉ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી-પ/અમાં રહેતા અને હાલમાં સાંઈનગર મેઈન રોડ પર  રહેતા સુનીલભાઈ સતુભાઈ બુધરાણી તેનો મોટો ભાઈ સંદીપ અને પિતા સતુભાઈ સહિતના વેપારીની પડોશી કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હોય તે મામલે માથાકુટ કરતા હોય પોલીસને જાણ કરવામાં આવતા તાકીદે પોલીસ દોડી ગઈ હતી અને ત્રણેયને ફરિયાદ કરવા માટેથી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જયાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી અને તે સ્વીકારી લીધી હોય તેમાં સહી કરી પરત આપવા મામલે પોલીસ સાથે માથાકુટ કરી હતી અને બાદમાં સંદીપ બુધરાણીએ પોલીસ મથકમાં મોબાઈલથી વીડીયો શૂટીગ ઉતારવાની મનાઈ અને પ્રતિબંધ હોવા છતાં વીડીયો રેકોર્ડીંગ કરી ફરજમાં રુકાવટ કરી હતી અને પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer