સરાના રાજપૂત યુવાનને અજાણ્યા વાહનચાલકે ઠોકરે લેતા મૃત્યુ: ગામમાં શોક

સરાના રાજપૂત યુવાનને અજાણ્યા વાહનચાલકે ઠોકરે લેતા મૃત્યુ: ગામમાં શોક
સરા, હળવદ તા. 21: સરા ગામના હળવદ રહેતા રાજપૂત યુવાનનું અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
સરા ગામના નટુભા વાઘુભા સિસોદીયાના બન્ને મોટા પુત્રો ધર્મેન્દ્રસિંહ અને અજીતસિંહને હળવદ પોલીસમાં નોકરી મળતા સમગ્ર પરિવાર થોડા સમયથી હળવદ ખાતે રહેવા ગયેલ હતો. ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાવેશભાઇનો મિલનસાર અને માયાળુ સ્વભાવને કારણે હળવદ આવેલ કવિ દુલા ભાયા કાગ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. શાળામા અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીને નોકરી મળતા તેની ખુશાલીમા હોટલમાં જમવાની પાર્ટી આપતા વિદ્યાર્થીમિત્રોના અતિઆગ્રહને કારણે તા.19.7.ના રોજ રાત્રિના સમયે ગયા હતા.
ઘરે પરત ફરતા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની માફક આવતા એક અજાણ્યા વાહનના ચાલકે જોરદાર ઠોકર મારતા ધર્મેન્દ્રસિંહ ફંગોળાઇ જતા તેમના માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચતા  ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer