ધોરાજીના સુપેડી પાસે રૂ. બે લાખની બોગસ જંતુનાશક દવા મળી આવી

ધોરાજીના સુપેડી પાસે રૂ. બે લાખની બોગસ જંતુનાશક દવા મળી આવી
ધોરાજી, તા.21:  ધોરાજી જેતપુરમાં ખેડૂતોને છેતરતા અને જંતુનાશક દવા બોગસ રીતે વેચતા હોવાની ખેતીવાડી અધિકારીને હકીકત મળતા ધોરાજી પોલીસ અને ખેતીવાડી અધિકારીની ટીમ સાથે  સુપેડી પાસે આવેલ એક વાડીમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં રૂપિયા બે લાખની બોગસ જંતુનાશક દવાનો જથ્થો ઝડપાઈ ગયો હતો. આ અંગે  દવાનો જથ્થો પોલીસને સુપરત કરી તેમના નમૂના તપાસાર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ઉપરોક્ત બનાવની  ધોરાજી પોલીસ અને ખેતીવાડી અધિકારી તપાસ ચલાવી રહી છે.
રાજકોટ નાયબ ખેતીવાડી વિતરણ અધિકારી બી.એમ.આગઠ તથા તેમનો સ્ટાફ દ્વારા ધોરાજી પોલીસને સાથે રાખી સુપેડી ગામમાં નિરવ ચિકાણીની વાડીમાં રેડ પાડી હતી. જ્યા શંકાસ્પદ 32 પેટી જંતુનાશક પ્રોફિનોસાઈડ દવાનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવટી દવા ખેતરમાં છાંટતા કોઈ ઉપજ થતી નથી અને ખેડૂતોને મુશ્કેલી પડે છે. આ પ્રતિબંધિત દવાના જથ્થા જેની અંદાજે કિંમત રૂપિયા બે લાખ કેવી થાય છે એ તમામ જથ્થો ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડયો હતો અને ખેતીવાડી અધિકારીઓએ જંતુનાશક દવાના નમૂના લઇ લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલી આપેલ છે . બનાવ અંગે  ધોરાજીના પી.આઈ. વિજય જોશીએ  જણાવ્યું કે  ઝડપાયેલો  જંતુનાશક દવાના જથ્થાની ખેતીવાડી અધિકારી  તપાસ કરશે એ જ તો ખરેખર બોગસ છે કે નહીં તે બાબતે પણ ખરાઈ કરાશે. બાદ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાશે  અને પછી પોલીસ કાર્યવાહી કરશે.
રાજકોટના ખેતીવાડી અધિકારી બી. એમ. આગઠે જણાવેલ કે ધોરાજી, જેતપુરમાં જંતુનાશક દવા અમુક વેપારીઓ બોગસ દવાઓનું વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે વોચ ગોઠવી ધોરાજી ઉપલેટા રોડ પર સુપેડી પાસે ખેતરમાં ઓડીની અંદર જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer