તો એકસાથે મળશે એકથી વધુ ડિગ્રી !

તો એકસાથે મળશે એકથી વધુ ડિગ્રી !
યુજીસીએ વ્યાવહારિકતા ચકાસવા માટે બનાવી સમિતિ: સમુસુતરું પાર પડે તો વિચારનો અમલ
નવીદિલ્હી, તા.21 : જો વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી)ની વિચારણા નિર્વિઘ્ને સાકાર થશે તો છાત્રો વિભિન્ન કે એક જ યુનિવર્સિટીમાંથી એક સાથે એકથી વધુ ડિગ્રીઓ પણ પ્રાપ્ત કરી શકશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) દ્વારા તેની વ્યવહારિકતાનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. યુજીસીનાં કહેવા અનુસાર એક જ અથવા ભિન્ન યુનિવર્સિટીમાંથી પત્રાચાર, ઓનલાઈન કે અંશકાલીન પદ્ધતિથી એક સાથે બે ડિગ્રી માટે અભ્યાસનાં મુદ્દાનું પરીક્ષણ કરવાં માટે અધ્યક્ષ પટવર્ધનની આગેવાની એક સમિતિની રચના કરવામાં આવી છે.
જો કે આયોગ આના માટે પહેલીવાર વ્યવહારુતા ચકાસતું હોય તેવું પણ નથી. આ પહેલા 2012મા પણ આવી જ એક સમિતિ બનાવવામાં આવી હતી. આખરે આ વિચારને ખારીજ કરી દેવામાં આવ્યો હતો.
આયોગનાં એક અધિકારીનાં જણાવ્યા પ્રમાણે, ગત માસે રચાયેલી આ સમિતિની બે બેઠકો પણ મળી ચૂકી છે. હવે વિભિન્ન સંલગ્ન પક્ષકારો સાથે તેની ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer