હળવદમાં સરકારી કવોટાનું અનાજ રિક્ષામાં બારોબાર લઈ જતાં ચાર શખસ ઝડપાયા

હળવદમાં સરકારી કવોટાનું અનાજ રિક્ષામાં બારોબાર લઈ જતાં ચાર શખસ ઝડપાયા
હળવદ,  તા.21: હળવદ પંથકમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી હતી ત્યારે હળવદ પોલીસ દ્વારા શીરોઈ ગામ નજીક ચાર સીએનજી રિક્ષામાં ઘઉં, ચોખા અને તુવેર દાળ સાથે  ચાર આરોપીઓને ઝડપી લઇ ગુનો નોંધી સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં આપવાનો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ આજરોજ હળવદ પોલીસ તાલુકાના શીરોઈ ગામ નજીક પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ત્યાંથી ચાર સીએનજી  રિક્ષા  શંકાસ્પદ રીતે અનાજની ભરેલી પસાર થતાં પોલીસ દ્વારા તેને અટકાવી તપાસ કરી હતી. તેમાં ઘઉં, ચોખા અને તુવેરદાળ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા અનાજના બિલ માંગતા આ અનાજનો જથ્થો સરકારી અનાજ હોવાનું ખુલ્યું હતું. પોલીસ દ્વારા ચારેય આરોપીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી રૂ. 4.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી બળદેવભાઈ, રાજુભાઇ, મનુભાઈ, મુળજીભાઈને ઝડપી લઇ આ સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો  હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer