હું અને મલાઇકા એકમેક માટે આદર ધરાવીએ છીએ : અરબાઝ

અભિનેતા દિગ્દર્શક અરબાઝ ખાન હાલમાં પ્રિયા પ્રકાશની વિવાદાસ્પદ ફિલ્મ શ્રીદેવી બંગલોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પોતાનું જ પાત્ર ભજવે છે અર્થાત્ અરબાઝ ખાન જ બન્યો છે. આ  ઉપરાંત મલયાલમ ફિલ્મ બિગ બ્રધરમાં તે મોહનલાલના ભાઇ તરીકે જોવા મળશે. વ્યવસાયિક જીવનમાં થોડી સ્થિરતા મેળવનાર અરબાઝનું અંગત જીવન પણ હવે સ્થિર થઇ રહ્યું છે. તે કહે છે કે તેના માટે વ્યવસાય કરતાં પરિવાર મહત્ત્વનો છે. અમે બન્ને એકમેકને હંમેશાં સાથ આપીએ છીએ. અમારી વચ્ચે એકતા હોવા છતાં સૌ પોતપોતાની રીતે જીવન જીવીએ છીએ. ઉપરાંત એકમેકના વિચારો એકબીજા પર થોપતા પણ નથી.  પોતાની ભૂતપૂર્વ પત્ની મલાઇકા સાથેના સંબંધો વિશે વાત કરતાં અરબાઝે જણાવ્યું હતું કે, અમે છૂટા પડી ગયા હોવા છતાં એકમેક માટે આદર ધરાવીએ છીએ.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer