અર્જુન પટિયાળા ફિલ્મને લઇને ક્રિતિ સનુન વ્યસ્ત

અર્જુન પટિયાળા ફિલ્મને લઇને ક્રિતિ સનુન વ્યસ્ત
26મી જુલાઇના દિવસે દેશભરમાં ફિલ્મ રજૂ
મુંબઇ,તા. 21: ક્રિતિ સનુન બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ ક્રિતિ હવે અર્જુન પટિયાળા નામની ફિલ્મ પૂર્ણ કરી ચુકી છે. આ ફિલ્મ 26મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે હાલમાં ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત બનેલી છે.  તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને રોમંચિત કરી દેશે. કોમેડી ફિલ્મ તમામને હસવા માટે મજબૂર કરશે તેવો દાવો ક્રિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ક્રિતિ સનુનનું કહેવું છે કે અર્જુન પટિયાળા લાર્જર ધેન લાઇફ લોકોને હસી હસીને પેટ દુખાવશે. આ વર્ષની શરૂઆતમાં તેની બરેલી કી બરફી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. તેમાં કૃતિની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. તેમાં તેની સાથે રાજકુમાર રાવની પણ પ્રશંસા થઇ હતી. હવે તે અર્જુન પટિયાળા ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ હિરોપંતિ મારફતે પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત કરનાર ક્રિતિ સનુન પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ રહેલી છે. આ નવી ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંજ કામ કરી રહ્યોછે. થોડાક પ્રમાણમાં ઇમોશનલ ટચ પણ હોવાની વાત કરવામાં આવી છે. ક્રિતિએ કેટલાક મોટા નિર્માતા નિર્દેશકો સાથે કામ કર્યુ છે. જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન, કાજોલ અને વરૂણ ધવને યાદગાર ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે. તેનુ કહેવુ છે કે ફિલ્મની પટકથા તેની પાસે અન્ય પણ છે જો કે હાલમાં તે અર્જુન પટિયાળામાં કામ કરી રહી છે.  ક્રિતિ સનુન બોલિવુડમાં આગામી દિવસોમાં યાદગાર ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. ક્રિતિ પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ હાથમાં રહેલી છે. 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer