માર્વેલ સિનેમેટીક યુનિવર્સના નવા પ્રોજેક્ટનું થયું એલાન

માર્વેલ સિનેમેટીક યુનિવર્સના નવા પ્રોજેક્ટનું થયું એલાન
10 ફિલ્મ અને ટીવી સિરિઝ તૈયાર થશે : બ્લેકવિડો, ધ ઈટરનલ્સ, ફાલ્કનમાં કોમિક પાત્રો પડદા ઉપર જોવા મળશે
નવી દિલ્હી, તા. 21 : ગ્લોબલ બોક્સ ઓફિસમાં અવતારને પછાડનારી ફિલ્મ એવેન્જર્સ : એન્ડગેમ બાદ માર્વેલ મુવીને લઈને ચાહકોમાં અટકળો ચાલી રહી હતી. પરંતુ આ તમામ અટકળ પાછળ માર્વેલ સિનેમેટીક યૂનિવર્સે પૂર્ણવિરામ મુક્યું છે.  ચોથા તબક્કામાં એમસીયુ દ્વારા 10 ફિલ્મો અને ટીવી સિરિઝ રજૂ કરવામાં આવશે. જેનું એલાન સાન ડિએગોના કોમિક કોનમાં કરવામાં આવ્યું હતું. એમસીયુના ચોથા ભાગમાં  મે 2020માં બ્લેક વિડો, 2020માં જ ફાલ્કન એન્ડ ધ વિન્ટર સોલ્જર, ધ ઈટરનલ (નવેમ્બર 2020) શાંગ લી એન્ડ ધ લિજેન્ડ ઓફ ટેન રિંગ્સ (ફેબ્રુઆરી, 21, 2021).

વાન્ડા વિઝન (2021), ડોક્ટર સ્ટ્રેન્જ એન્ડ ધ મલ્ટીવર્સ મેડનેસ(મે, 7, 2021), લોકી (2021), વોટ ઈફ (સમર 2021), હોકઆઈ(2021) અને થોર : લવ એન્ડ થન્ડર (નવેમ્બર 2021) નો સમાવેશ થાય છે.  જેમાં ધ ઈટરનલ્સમાં હોલીવુડ સ્ટાર એન્જેલીના જોલી પાત્ર ભજવશે તેવી અટકળ છે. આ ઉપરાંત બ્લેડ મુવી પણ બનશે. જેમાં મહેરશલા અલી મુખ્ય ભૂમિકામાં હશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer