નિવૃત્તિ અંગે ધોની જ યોગ્ય નિર્ણય કરી શકશે : પ્રસાદ

નિવૃત્તિ અંગે ધોની જ યોગ્ય નિર્ણય કરી શકશે : પ્રસાદ
નવી દિલ્હી, તા. 21 : ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના કહેવા પ્રમાણે ધોની એક લેજન્ડરી પ્લેયર છે અને નિવૃત્તિ અંગે તે પોતે જ નિર્ણય કરી શકે છે. પ્રસાદની અધ્યક્ષતાની પસંદગી સમિતિએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રવીવારે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરી હતી. જેમાં ઋષભ પંતે વિકેટકીપર તરીકે જગ્યા આપવામાં આવી છે. જો કે ધોનીએ પસંદગી અગાઉ જ આરામની માગણી કરી હતી અને તે હવે આગામી બે મહિના પેરામિલિટ્રી રેજિમેન્ટ સાથે સમય વિતાવશે. ટીમના એલાન માટે બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ધોનીની નિવૃત્તિને લઈને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં પ્રસાદે કહ્યું હતું કે, નિવૃત્તિ અંગે ધોની વધુ યોગ્ય નિર્ણય કરી શકશે. વિશ્વકપ-2019 બાદ સતત ધોનીની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે.
પ્રસાદે એમ પણ કહ્યું હતું કે, તેઓ પંતને વધુમાં વધુ મોકો આપવા ઈચ્છે છે જેથી પંતની આવડતને સાચી દિશા આપી શકાય.
----------
શાસ્ત્રી સહિત કાચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ લંબાવાયો
મુંબઈ, તા. 21 : વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ખેલાડીઓની પસંદગીની સાથે સાથે કાચિંગ સ્ટાફને લઇને પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં હાર થઇ હોવા છતાં કાચિંગ સ્ટાફમાં હાલ કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં વર્તમાન કાચિંગ સ્ટાફને જાળવી રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી વેસ્ટઇન્ડિઝના પ્રવાસ અને ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી શ્રેણી સુધી કાચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ લંબાવી દેવામાં આવ્યો છે. આનો મતલબ એ થયો કે વર્લ્ડકપમાં રહેલા બાટિંગ, બાલિંગ, ફિલ્ડિગ સહિતના કોચની ભૂમિકા યથાવત રહેશે. રવિ શાસ્ત્રી મુખ્ય કોચ તરીકેની ભૂમિકામાં રહેશે. વર્લ્ડકપમાં હાર બાદ એવી ચર્ચા હતી કે, કાચિંગ સ્ટાફને પણ તરત બદલવામાં આવશે પરંતુ હાલમાં કોઇ ધરખમ ફેરફાર કર્યા નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer