મુંજકા નદીમાં પાણી કરતા વધુ ગાંડી વેલ

મુંજકા નદીમાં પાણી કરતા વધુ ગાંડી વેલ
શહેરમાં નદીઓની અવદશા એ લોકો માટે ચિંતાનો વિષય છે અને નિંભર તંત્રને તેની પડી નથી. આજી નદીના શુદ્ધિકરણની વાતો કરી એ યોજના અભેરાઈ પર ચડાવી દેવાઈ છે. પરંતુ તંત્રએ આજી નદી સાથે શહેરની અને ભાગોળેથી પસાર થતી અન્ય નાની-મોટી નદીઓના શુદ્ધિકરણનું પણ વિચારવું જોઈએ. મુંજકાથી સેન્ટ પોલ સ્કૂલ તરફ જવાના રસ્તે વચ્ચે સરિતા વિહાર નદી પર તાજેતરમાં પુલ બનાવાયો છે. આ પુલની બન્ને તરફથી નદી પર નજર કરીએ એટલે પાણી કરતા વધુ ગાંડી વેલ ઉગી નીકળી છે. આસપાસના લોકો જણાવે છે કે આ નદીમાં પણ મવા તરફથી સેફ્ટીનું ગંદુ પાણી ભેળવવામાં આવે છે. માટે નદીમાં વરસાદનું શુદ્ધ પાણી ભળે તો તે પણ ગંદુ, દુર્ગંધયુક્ત થઈ જાય છે. પાણી અને શુદ્ધતા-સ્વચ્છતા બન્નેની દુહાઈ તંત્ર આપે છે ત્યારે નદીઓને સ્વચ્છ કરવાની ઝુંબેશ તંત્રએ શરૂ કરવી જ રહી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer