ઈસરોનું સત્તાવાર એલાન : હવે સોમવારે છોડાશે ચંદ્રયાન-2

ઈસરોનું સત્તાવાર  એલાન : હવે સોમવારે છોડાશે ચંદ્રયાન-2
બેંગલોર, તા. 18 : ભારતના પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને હવે 22મી જુલાઈના લોન્ચ કરવાનો ફેંસલો કરાયો છે. 15મી જુલાઈના લોન્સ ટળ્યા પછી 21 અથવા 22 જુલાઈની તારીખો વિચારાઈ રહી હતી પરંતુ આજે સોમવારનો દિવસ નક્કી થઈ ગયો છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)એ સત્તાવાર જાણકારી આપતાં જણાવ્યું હતું કે 22 જુલાઈની બપોરે બે અને 42 મિનિટે ચંદ્રયાન-2 છોડાશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર 31મી જુલાઈ સુધી લોન્ચ ન કરી શકાય તેવી સ્થિતિ સર્જાય તો ચન્દ્રયાન-2ને છોડવા માટે વધુ ઈંધણની જરૂર પડી શકે છે. સંભવિત લોન્ચ ધ્યાને લેતાં અગાઉ 18 જુલાઈથી 31 જુલાઈ સુધી બપોરે બેથી 3.30 વાગ્યા સુધી એલર્ટ જારી કરાયે હતો.
----------
દાઉદના ભત્રીજા રીઝવાનની મુંબઇ એરપોર્ટ પર ધરપકડ
મુંબઇ, તા. 18 : અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમ વિરુદ્ધ તપાસની કવાયત દરમ્યાન મુંબઇ પોલીસે મોટી સફળતા મેળવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચના ખંડણી વિરોધી સેલની ટીમે દાઉદના ભત્રીજા રીઝવાનની ધરપકડ કરી છે. મુંબઇ એરપોર્ટ પરથી પકડાઇ ગયેલો રીઝવાન ડોન દાઉદ ઇબ્રાહીમના નાના ભાઇ ઇકબાલ કાસકરનો પુત્ર છે. ઇકબાલ અગાઉથી જ જેલમાં છે. ગઇકાલે બુધવારની રાત્રે દેશ છોડીને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જ તેના મનસુબા પર પાણી ફેરવી દેતાં રીઝવાનની ધરપકડ કરી લેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલ વિરુદ્ધ તપાસ દરમ્યાન મુંબઇ પોલીસે અફરોજ વડારિયા ઉર્ફે અહમદ રજાની ધરપકડ કરી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer