કર-નાટક: આજે ખેલ ખતમ!

કર-નાટક: આજે ખેલ ખતમ!
કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ તો થયો પણ મતદાન ન થયું
બાગી વિધાયકોની ગેરહાજરીથી કોંગ્રેસ-ઉંઉજ સરકાર પર ભીંસ વધી
રાજ્યપાલે કાર્યવાહી પૂર્ણ કરવા કહ્યું પણ ગૃહ આજ સુધી મોકૂફ રાખી દેવાયું
બેંગ્લુરુ, તા.18 : કર્ણાટકનું રાજકીય નાટક આજે તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું. રાજકીય આફતમાં ઘેરાઈ ગયેલી એચ.ડી. કુમારસ્વામીનાં નેતૃત્વવાળી કોંગ્રેસ - જેડીએસની ગઠબંધન સરકારની હાલત આજે સાણસામાં ભીસાવા જેવી થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ આજે મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસમત તો માગ્યો હતો પણ સદનમાં બાગી સહિત કુલ 19 વિધાયકો ગેરહાજર રહેતાં સરકાર માટે બહુમત પુરવાર કરવો લગભગ અસંભવ બની ગયો હતો. જેને પગલે શાસક ગઠબંધને વિધાનસભામાં શક્તિ પરીક્ષણ ટાળવાનાં પ્રયાસો હાથ ધર્યા હતાં. આ નાટકીય ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ વજુભાઈ વાળાએ વિધાનસભા સ્પીકરને આજે જ વિશ્વાસમતની કાર્યવાહી પૂર્ણ કરવાં કહ્યું હતું. જો કે ભારે હંગામા વચ્ચે આજે આ કાર્યવાહી અટકાવતા સ્પીકરે ગૃહને આવતીકાલ સુધી મુલત્વી રાખી દીધું હતું. તો બીજીબાજુ ભાજપ આ નિર્ણયથી ક્રોધે ભરાયો હતો. ભાજપે આજે જ મતદાન કરાવવાનો આગ્રહ પકડી રાખ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાએ આવતીકાલ સુધી એટલે કે આખી રાત વિધાનસભામાં રહીને જ ધરણાં ઉપર બેસવાની જાહેરાત કરી દીધી હતી.
-----------
મત પહેલા કુમારસ્વામીનો વિશ્વાસ ડગ્યો
મુખ્યમંત્રી કુમારસ્વામીએ આજે વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આ મામલે શું કહ્યું તેની કોઈ ચર્ચા તેઓ ગૃહમાં કરવાં માગતા નથી. તેઓ ફક્ત એટલું જ પુરવાર કરવાં માગે છે કે પોતે ગઠબંધન સરકાર ચલાવી શકે છે કે નહીં. આ સાથે જ તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે બાગી વિધાયકો (જુઓ પાનું 10)
ભાજપની મદદગારીથી જ સુપ્રીમ કોર્ટ  હોંચ્યા હતાં. પોતે બહુમતી સાબિત કરશે તેવો વિશ્વાસ પ્રગટ કરવાં સાથે કુમારસ્વામીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે સ્પીકરની ભૂમિકા ખરાબ કરવાનાં પ્રયાસો પણ થાય છે. વિપક્ષનાં નેતાઓ આજે ચર્ચા કરવાં માટે આટલા ઉતાવળમાં શા માટે છે?
------------
આજે બપોર સુધીમાં બહુમત સાબિત કરો: વજુભાઈ
આજે વિશ્વાસનાં મતની ચર્ચામાં ભાજપ અને કોંગ્રેસનાં વિધાયકો વચ્ચે ભારે ઉગ્ર ચર્ચા અને હંગામો થયો હતો. વિશ્વાસમતની કાર્યવાહીમાં ટાળંટોળનાં પ્રયાસો થતાં હોવાને પગલે ભાજપનાં વિધાયકો રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે ધસી ગયા હતાં અને સ્થિતિ વિશે રજૂઆત કરી હતી. જેને પગલે રાજ્યપાલે વિધાનસભા સ્પીકરને આજે જ વિશ્વાસમતની કાર્યવાહી સંપન્ન કરવામાં આવે તેવું સૂચન કર્યુ હતું. જો કે તેમની આ સલાહને અવગણીને સ્પીકરે આવતીકાલ 11 વાગ્યા સુધી વિધાનસભાની કાર્યવાહી મોકૂફ રાખી દીધી હતી. ત્યાર બાદ વજુભાઈએ આવતીકાલે બપોર સુધીમાં બહુમત પૂરવાર કરવા કુમારસ્વામીને જણાવી દીધું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer