મોરબીમાં પિસ્તોલ-તમંચો-14 કાર્ટીસ સાથે બે શખસો ઝડપાયા

મામાની હત્યાનો બદલો લેવા માટે હથિયાર ખરીદ્યા’તા
મોરબી, તા.18 : મોરબીની મચ્છીપીઠના નાકા પાસેથી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મોરબીના વાવડી રોડ પરની સૌમેયા સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા અને મોરબીના પીપળી રોડ પરની ગજાનંદ સોસાયટીમાં રહેતા દીગપાલસિંહ ઉફે દિગ્વિજયસિહ ગોહિલને એક પિસ્તોલ, એક તમંચો અને 14 કાર્ટીસ, ખાલી મેગ્જીન સાથે ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં દીગપાલસિંહ ગોહિલ અગાઉ ધ્રાંગધામાં ગરાસીયા-ભરવાડ વચ્ચેની મારામારી-હત્યામાં અને દારૂના ગુનામાં પકડાઇ ચૂકેલ છે. બે માસ
પહેલા મોરબીમાં અર્જુનસિંહના મામાની હત્યા થઈ હોય તેના આરોપીઓ કોર્ટ મુદતે આવે ત્યારે હત્યા કરવા માટે હથિયારો-કાર્ટીસ ખરીદ્યાનું ખુલ્યું હતું. પોલીસે વધુ તપાસ અર્થે
રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
-----------
રતનપુર પાસેથી રૂ.1.ર0 કરોડના ચરસના જથ્થા સાથે બે શખસો ઝડપાયા
મોડાસા, તા.18 : શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પાસેથી એસઓજીના સ્ટાફે બાતમીના આધારે એક કારને ઝડપી લઈ રૂ.1.ર0 કરોડની કિંમતના ર4.190 કિલો ચરસના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર
લઈ ચરસના નેટવર્કનો પર્દાફાશ કરવા દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, શામળાજીની રતનપુર ચેક પોસ્ટ પરથી ચરસ સાથેની કારમાં બે શખસો પસાર થવાના હોવાની બાતમીના આધારે શામળાજી એસઓજીના સ્ટાફે વોચ ગોઠવી હતી અને એક કાર પસાર થતાં તેને ઝડપી લઈ તલાસી લેતા તેમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી રૂ.1.ર0 કરોડની કિંમતનો ર4.190 કિલો ચરસનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસે ત્રણ મોબાઈલ, કાર, રૂ.38 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે કારમાં રહેલા હિમાચલના કુલ્લુ ગામના ગોપાલચંદ્ર સુરતરામ કોલી અને હરિયાણા અંબાલાના ગુલશન રાધેશ્યામ ચમારની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લીધા હતા અને સપ્લાયર તથા ખરીદનાર કોણ - કોણ તે સહિતના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer