ગારિયાધારમાં રૂ. 30 હજારની જાલી નોટ સાથે મોટા ચારોડિયાનો શખસ પકડાયો

ગારિયાધારમાં રૂ. 30 હજારની જાલી નોટ સાથે મોટા ચારોડિયાનો શખસ પકડાયો
અમદાવાદમાંથી સૂત્રધાર પણ પકડાયો: કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્માલ કબજે
ભાવનગર, તા. 18: ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામના બસ સ્ટેશન પાસેથી રૂ. 500 અને 200ના દરની રૂ. 30,800ની જાલી ચલણી નોટ સાથે ગારિયાધારના  મોટા ચારોડિયા ગામના હસમુખ ગોરધનભાઇ ઝાલાવડિયા નામના શખસને પોલીસે ઝડપી લીધો હતો.
ગારિયાધારમાં એક શખસ જાલી ચલણી નોટ ઘૂસાડે છે અને તે બસ સ્ટેશનથી પરવડી જવાના રસ્તે નીકળવાનો હોવાની ચોક્કસ બાતમી એલસીબીના  પોલીસમેન શક્તિસિંહ સરવૈયા અને દિલીપ ખાચરને મળી હતી. આ હકીકતના આધારે એસઓજીના ઇન્સ એસ.એન. બારોટ અને એલસીબીના સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા તેમના સ્ટાફના બલવીરસિંહ, વનરાજ ખુમાણ, મનદીપસિંહ વગેરેએ ગારિયાધાર બસ સ્ટેશન પાસે વોચ ગોઠવીને એ શખસને ઝડપી લીધો હતો. આ શખસે તેનું નામ હસમુખ ગોરધનભાઇ ઝાલાવડિયા હોવાનું અને  તે ગારિયાધારના મોટા ચારોડિયા ગામે રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા રૂ. 500ના દરની 60 અને રૂ. 200ના દરની 4 મળી કુલ રૂ. 30,800ની જાલી ચલણી નોટ મળી આવી હતી. આ અંગે એલસીબીના  દિલીપ ખાચરની ફરિયાદ પરથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે જાલી ચલણી નોટ કયાંથી અને કેવી રીતે મેળવી? જાલ ચલણી નોટ કોણ છાપે છે? નકલી નોટ બજારમાં ઘૂસાડવામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે? તે અંગે તપાસ શરૂ કરી હતી.
આ તપાસ દરમિયાન જાલી નોટ અમદાવાદમાં રહેતો ભૂપત મધુભાઇ કોટડિયા છાપી આપતો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેને ઘરમાંથી ઝડપી લીધો હતો. તેના ઘરમાંથી કલર પ્રિન્ટર, સ્કેનર, કોમ્પ્યુટર અને જુદાજુદા દરની છાપેલી ચલણી નોટો મળી આવી હતી. ટંકારાના જોધપર(ઝાલા) ગામે પોલીસ ઉપર ખૂની હુમલો : એએસઆઈ સહિત છ ઘાયલ
બુટલેગરોની ટોળકીએ પથ્થરમારો કરી ધોકા-લાકડી-પાઈપથી તૂટી પડયા : શોધખોળ
ટંકારા, તા.18 : ટંકારા તાબેના જોધપર (ઝાલા) ગામે રહેતા અમરુ જીવણ કોળી અને જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા નામના શખસોએ તેના મકાનમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસ મથકના વિક્રમભાઈ ફુગશીયા, પ્રવિણ મેવા, રવિ ગઢવી, ચંદુ
કલોતરા સહિતનો સ્ટાફ દરોડો પાડવા ગયો હતો.
દરમિયાન પોલીસ સ્ટાફ ઉપર જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, પ્રદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, કુલદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, શકિતસિંહ હરદેવસિંહ ઝાલા, જસમત સોડા કોળી, અમૃત ઉર્ફે અમરુ જીવણ કોળી, જયપાલસિંહની માતા તથા ત્રણ અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો અને બાદમાં ધોકા-લાકડી અને પાઈપથી હુમલો કરી નાસી છુટયા હતા. જયારે વિક્રમભાઈ ફુગસીયા સહિત છ પોલીસ કર્મચારીને ઈજા થવાથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે વિક્રમભાઈ ફુગશીયાની ફરિયાદ પરથી બુટલેગર ટોળકી વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer