પૂછ્યા વિના મૂછ મુંડન પછી પોલીસ ફરિયાદ !

પૂછ્યા વિના મૂછ મુંડન પછી પોલીસ ફરિયાદ !
નાગપુર, તા.18 : નાગપુરમાં એક નાયીએ દાઢી બનાવવા આવેલા એક વ્યક્તિની મૂછ ઉપર અસ્તરો ફેરવી દીધો હતો અને ઝઘડા પછી આખો મામલો પોલીસ સુધી પહોંચતા ભારે અચંબો ફેલાયો છે. હજામત કરાવવા આવેલી વ્યક્તિનો આરોપ છે કે, નાયીએ તેને પૂછ્યા વિના જ મૂછનું મુંડન કરી નાખ્યું હતું.
તેણે ક્યારેય મૂછ કપાવી નહોતી. મૂછ કપાઈ જવાથી તેની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. જેથી તેણે વાળંદ સામે પોલીસમાં ફરિયાદ કરી નાખી હતી.
--------
હનુમાન ચાલીસાના પાઠ કર્યા તો ઈશરતને જાનથી મારવાની ધમકી
ધાર્મિક હિન્દુ કાર્યક્રમમાં જનાર બંગાળ ભાજપ નેતાને ઘર ખાલી કરવાનો આદેશ
કોલકતા, તા. 18 : પશ્ચિમ બંગાળના ભાજપ નેતા ઈશરત જહાં હનુમાન ચાલીસાના પાઠમાં સામેલ થતાં તેમને ઘર ખાલી કરવાના ફરમાન સાથે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે.
મને હત્યાની ધમકી મળી છે. પુત્ર સાથે એકલી રહું છું એટલે કયારેય પણ કંઈ પણ થઈ?શકે છે તેવું કહીને ઈશરતે સુરક્ષાની માંગ કરી છે.
તેણે કહ્યું હતું કે તે હાવડામાં ભાડાંના મકાનમાં રહે છે, પરંતુ એક હિન્દુ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થતાં મકાન માલિકે મને ઘર ખાલી કરવા કહી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ઈશરત જહાં ત્રણ તલાક મામલાની ફરિયાદી પણ છે. સુપ્રીમમાં અરજી કરી ત્યારથી તેઓ કટ્ટરપંથીઓના નિશાને છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer