શાહ પાસે એર ઇન્ડિયાનાં વિનિવેશની કમાન

શાહ પાસે એર ઇન્ડિયાનાં વિનિવેશની કમાન
મંત્રીઓના સમૂહનું નેતૃત્વ કરશે અમિત શાહ: ગડકરી બહાર
નવી દિલ્હી, તા. 18 : એર ઈન્ડિયામાં વિનિવેશ માટે મંત્રીઓના સમૂહનું ફરી ગઠન કરવામાં આવ્યું છે. આ સમૂહનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે. જ્યારે પેનલમાંથી નિતિન ગડકરીને બહાર કરવામાં આવ્યા છે. પેનલ એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા ઉપર કામ કરશે. હવે પેનલમાં ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સિતારમણ,  રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને નાગરીક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી છે.
કહેવાઇ રહ્યું છે કે નવા વિનિવેશ મોડેલ ઉપર એર ઈન્ડિયા માટે નવા મંત્રી કામ કરશે. જેમાં પેનલનું નામ ઈન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મિકેનિઝમ રાખવામાં આવશે. અગાઉ જુન 2017માં મંત્રીઓની પેનલ બનાવવામાં આવી હતી. જેનું નેતૃત્વ તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી કરી રહ્યા હતા. જ્યારે ચાર અન્ય સભ્યોમાં નાગરીક ઉડ્ડયનમંત્રી અશોક ગજપતિ રાજૂ,  રેલવે મંત્રી સુરેશ પ્રભુ, કોલસા મંત્રી પીયૂષ ગોયલ, અને સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીનું નામ સામેલ હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer