પોતાની હોલિવૂડ ફિલ્મના સીન લીક થવાથી રાધિકા આપ્ટે નારાજ

પોતાની હોલિવૂડ ફિલ્મના સીન લીક થવાથી રાધિકા આપ્ટે નારાજ
બોલિવુડની સેક્સી સ્ટાર પૈકી એક રાધિકા આપ્ટેએ પોતાના સેક્સી સીન લીક થવાને લઇને નારાજગી વ્યક્ત કરી છે. રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે લોકોની વિચારધારા ખરાબ છે. થોડાક દિવસ પહેલા જ હોલિવુડ ફિલ્મ ધ વાડિંગ ગેસ્ટ માટેના કેટલાક સેક્સી સીન લીક થઇ ગયા હતા. આ સેક્સી સીન દેવ પટેલ અને તેની વચ્ચેના રહેલા છે. દેવ પટેલ સાથે પોતાના સેક્સી સીન વાયરલ થયા બાદ ભારે ચર્ચા રહી છે. આ  ફિલ્મ સાથે રાધિકા આપ્ટે હોલિવુડ ફિલ્મમાં એન્ટ્રી કરી રહી છે. અલબત્ત આ ફિલ્મ ભારતમાં રજૂ કરવામાં આવી નથી. રાધિકાએ કહ્યુ છે કે લીક કરવામા ંઆવેલા સીનમાં તે દેવ પટેલની સાથે નજરે પડી રહી છે. આ સીનને તેના નામ પર જ ફેલાવવામાં આવી રહ્યા છે. જ્યારે સીનમાં તે દેવ પટેલની સાથે જ છે. જો કે રાધિકાની સાથે આવુ પ્રથમ વખત બન્યુ નથી. વિતેલા વર્ષોમાં પણ તે સેક્સી સીનને લઇને ચર્ચા જગાવી ચૂકી છે. તે પહેલા રાધિકાના એક આદિલ હુસેનની સાથે સેક્સી સીન પણ લીક કરવામાં આવ્યા હતા. આ સીન ફિલ્મ પાચર્ડના હતા. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર થિયેટર અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રાધિકા આપ્ટે ન્યૂડ સીનને લઇને હમેંશા આત્મવિશ્વાસથી ભરપુર રહે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer