ડેઈઝી શાહે મેળવ્યું રાયફલ શૂટિંગ લાયસન્સ

ડેઈઝી શાહે મેળવ્યું રાયફલ શૂટિંગ લાયસન્સ
સલમાન ખાન સાથે ફિલ્મ ‘જય હો’થી પોતાની કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી ડેઈઝી શાહને તાજેતરમાં જ નેશનલ રાયફલ એસોસિયેશન અૉફ ઇન્ડિયા દ્વારા રાયફલ શૂટિંગનું લાઇસન્સ પ્રાપ્ત થયું છે. બે વર્ષ અગાઉ તેણે રાયફલ શૂટિંગ શીખવાનું શરૂ કર્યું હતું અને હવે તે અૉગસ્ટ મહિનામાં પોઈન્ટ 22 રાયફલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. અગાઉ તેણે ઈન્દોરમાં યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. ડેઈઝી જણાવે છે કે મેં મારા મિત્રો સાથે રમત-રમતમાં શૂટિંગ શીખવાનું શરૂ કર્યું હતું. અને મેં 600માંથી 497 સ્કોર કર્યો હતો, પરંતુ હવે આગામી સ્પર્ધા માટે હું મારા કોચ મોરાદ અલીખાન પાસેથી આકરી તાલીમ લઈ રહી છું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer