મિશન મંગલ ફિલ્મનું ટ્રેલર લોન્ચ

મિશન મંગલ ફિલ્મનું ટ્રેલર લોન્ચ
અક્ષયકુમાર 1પ ઓગસ્ટના મોકા પર આ વખતે મિશન મંગલ નામની ફિલ્મ લઇને આવી રહયો છે. સ્પેસ સાઇન્સ પર સંભવત: બોલિવૂડની આ પહેલી ફિલ્મનું આજે ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નૂ, શરમન જોશી, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન સહિતના કલાકારોનો કાફલો છે. મિશન મંગલ સત્યઘટના આધારિત કહાની પર ફિલ્મ બની હોવાનો દાવો થઇ રહયો છે. જેમાં એવું દર્શાવાયું છે કે ભારતના બે સ્પેસ વિજ્ઞાની રાકેશ ધવન (અક્ષયકુમાર) અને તારા શિંદે (વિદ્યા બાલન) તથા તેમની ટીમ તેમના પહેલા જ પ્રયાસમાં સેટેલાઇટને મંગળ ગ્રહ પર મોકલવામાં સફળ રહે છે. ટ્રેલરમાં ફરી એકવાર અક્ષયકુમાર દેશભકિતથી ઓતપ્રોત જોવા મળે છે. ટ્રેલરમાં લગભગ બધા જ પાત્રોનો પરિચય કરાવાયો છે. જોવાનું એ રહેશે કે સ્પેસ સાયન્સ આધારિત મિશન મંગલ ફિલ્મ દર્શકોને કેવી પસંદ પડે છે. 1પ ઓગસ્ટે આ ફિલ્મની સાથે જોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ પણ રીલિઝ થવાની છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer