સુપર ઓવરમાં નિશમે છક્કો માર્યોં અને તેના કોચે અંતિમ શ્વાસ લીધા

સુપર ઓવરમાં નિશમે છક્કો માર્યોં અને તેના કોચે અંતિમ શ્વાસ લીધા
વેલિંગ્ટન, તા.18 : વર્લ્ડ કપનો ફાઇનલ શ્વાસ થંભાવી દેનારો હતો. સુપર ઓવરમાં છકકો મારનાર ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નિશમના શિક્ષક અને મેન્ટરનું આ રોમાંચમાં હૃદયરોગના હુમલાથી નિધન થઇ ગયું હતું. રિપોર્ટ અનુસાર સુપર ઓવરમાં નિશમે છકકો માર્યાં બાદ ઓકલેન્ડની ગ્રામર સ્કૂલના પૂર્વ શિક્ષક અને કોચ જેમ્સ ગોર્ડનનું દેહાંત થઇ ગયું હતું. ગોર્ડનની પુત્રી લિયોનીએ કહયું કે સુપર ઓવરમાં બીજા દડે જેવો નિશમે છકકો માર્યોં કે તેમના પિતાના શ્વાસ અટકી ગયા. હું સમજી શકું છું કે નિશમે છકકો માર્યોં અને મારા પિતાએ આખરી શ્વાસ લીધા. આ પછી હવે નિશમે ટિવટ કર્યું છે કે ડેવ ગોર્ડન મારા હાઇસ્કૂલના શિક્ષક, કોચ અને દોસ્ત. આ રમતનો આપનો પ્યાર જબરદસ્ત હતો.
-----
સિંધુ ઇન્ડોનેશિયા ઓપનના કવાર્ટર ફાઇનલમાં
જાકાર્તા, તા.18 : ભારતની ટોચની શટલર પીવી સિંધુએ તેનું વિજય અભિયાન આગળ વધારીને ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કરી દીધો છે. પાંચમા ક્રમની પીવી સિંધુએ મહિલા વર્ગના બીજા રાઉન્ડમાં ડેનમાર્કની ખેલાડી મિયા બિલચેફલ્ડરને 21-14, 17-21 અને 21-11થી હાર આપી હતી. સિંધુએ એક કલાક અને બે મિનિટ સુધી ચાલેલ રસાકસીભર્યાં મેચ બાદ જીત મેળવી હતી. આ દરમિયાન ભારતીય મેન્સ ડબલ જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની બીજા રાઉન્ડમાં હાર થઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer