સ્ટોક્સ હવે કયારેય સુપર ઓવરનો હિસ્સો બનવા માગતો નથી

સ્ટોક્સ હવે કયારેય સુપર ઓવરનો હિસ્સો બનવા માગતો નથી
લંડન, તા.18 : ફાઇનલમાં નિર્ધારિત પ0 ઓવરમાં અને સુપર ઓવરમાં જોરદાર બેટિંગ કરીને ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસે કહ્યુ છે કે તે સુપર ઓવર રમવા ઇચ્છતો ન હતો પણ કેપ્ટન ઇયોન મોર્ગનના કહેવા પર તેણે આ જવાબદારી સંભાળી હતી. ફાઇનલમાં ઇંગ્લેન્ડને ન્યુઝીલેન્ડ સામે જીત માટે 242 રન કરવાના હતા, પણ ઇંગ્લેન્ડની ટીમ 241 રને અટકી હતી. આથી મેચ ટાઇ થયો હતો. સ્ટોકસ લડાયક 84 રને અણનમ રહ્યો હતો. બાદમાં સુપર ઓવરમાં પણ તેણે શાનદાર બેટિંગ કરી હતી. સ્ટોકસે કહ્યુ કે મેં સુપર ઓવર માટે બટલરની સાથે જેસન રોયના નામનું સૂચન કર્યું હતું. આ સામે સુકાની મોર્ગને કહ્યંy લેફટી-રાઇટી બેટસમેનનું સંયોજન કરવું છે. આથી મને મોકલવામાં આવ્યો.  સુપર ઓવર પણ ટાઇ થઇ હતી. આથી બાઉન્ડ્રીની ગણતરીના આધારે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.
સુપર ઓવરમાં બોલિંગ કરવા પણ સ્ટોકસે કહ્યુ કે મારે શાવર રૂમમાં જવું પડયું હતું. મેં પાંચ મિનિટ ગુમાવી હતી. હું નિશ્ચિત રીતે સુપર ઓવર કરવા માંગતો પણ ન હતો. સ્ટોકસે એમ પણ કહ્યુ કે જીતની ઘડીએ તે મેદાનમાં રડી પડયો હતો. હું મેદાન પર પડી ગયો હતો. મેં માર્ક વૂડના ચશ્મા પહેર્યાં હતા. મને થયું કે આને તોડી નાંખુ. આ સાથે તેણે એમ પણ કહ્યુ કે હવે તે કયારે પણ સુપર ઓવરનો હિસ્સો બનવા
માંગતો નથી.
--------
ધોની પર નિર્ણય લેવા માટે પસંદગીકારોમાં સાહસ હોવું જોઇએ: મોરે
મુંબઇ, તા.18: પૂર્વ સુકાની અને વિકેટકીપર-બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ પર હાલ સતત ચર્ચા ચાલી રહી છે. આવતીકાલ શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી થવાની છે. એ પૂર્વ એક સમયના મુખ્ય પસંદગીકાર અને ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ કહયું છે કે ધોની સાથે વાત કરવાનું પસંદગીકારોમાં સાહસ હોવું જોઇએ અને જરૂરી નિર્ણય લેવો જોઇએ. જ્યારે દિલીપ વેંગસરે એમ કહયું કે પસંદગીકારોએ પહેલા એ નકકી કરવું જોઇએ કે કયો ખેલાડી વન ડે અને ટી-20માં ફિટ છે. પછી વિકલ્પો પર વિચાર કરવો જોઇએ. વર્ષ 2007માં વેંગસરકર મુખ્ય પસંદગીકાર હતા ત્યારે તેમણે કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. ગાંગુલી અને દ્રવિડને વન ડે ફોર્મેટમાં વિદાય આપી હતી. આ પછી ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.  કિરણ મોરે કહે છે કે હવે પછીના વિશ્વ કપની તૈયારી અત્યારથી શરૂ કરવી જોઇએ. બધાને ખબર છે કે આપણું પ્રદર્શન કેવું રહયું. એ આધારે તૈયારી થવી જોઇએ. ધોની વિશે કહયું કે પસંદગીકારો તેમની પાસે જાય અને તેની યોજના જાણે. સેહવાગે પણ કહયું છે કે ધોની ટીમ સાથે ફકત મેન્ટર બનીને રહી શકે નહીં. તેણે બેટિંગ કરવી પડે અને વિકેટકીપીંગ કરવું પડે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer