વર્લ્ડ કપની હાર બાદ વિરાટ ભારત પહોંચ્યો

વર્લ્ડ કપની હાર બાદ વિરાટ ભારત પહોંચ્યો
વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડના હાથે મળેલી નિરાશાજનક હાર બાદ ભારતીય ખેલાડીઓ અલગ અલગ રીતે સ્વદેશ પહોંચી રહ્યા છે. આજે ગુરુવારે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ હીરોઈન અનુષ્કા શર્મા ઇંગ્લેન્ડથી મુંબઈ આવી પહોંચ્યા હતા. આ તસવીર મુંબઈના વિમાની મથક પરની છે. કોહલીએ આ તકે મીડિયાને મળવાનું ટાળ્યું હતું. વિરાટ અને અનુષ્કા એક સપ્તાહ સુધી ઇંગ્લેન્ડમાં જ હતા.
----------
કોચની પસંદગીમાં કોહલીની દખલગીરી નહીં 
મુંબઇ તા.18:  બીસીસીઆઇ દ્વારા નવા કોચિંગ સ્ટાફ માટે ઓનલાઇન અરજી માંગવામાં આવી છે. આ ઉપરાંત કોચિંગ સ્ટાફની પસંદગી માટે કપિલ દેવના વડપણ હેઠળ અંશુમન ગાયકવાડ  અને પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીની કમિટિ બનાવી હોવાના રિપોર્ટ છે. બે વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તે સમયના કોચ અનિલ કુંબલે વચ્ચેના મતભેદ બહાર આવ્યા હતા. આ પછી સચિન, લક્ષ્મણ અને ગાંગુલીની કમિટિએ વિરાટની દરમિયાનગીરીથી રવિ શાત્રીની કોચ તરીકે અને તેના મનપસંદ લોકોની સપોર્ટ સ્ટાફમાં પસંદગી કરી છે. આ વાત ધ્યાને રાખીને હવે બીસીસીઆઇની સંચાલન સમિતિએ સચિન-લક્ષ્મણ- ગાંગુલીની કમિટિની કોચની પસંદગીનું કામ આ વખતે સોંપ્યું નથી. આમ પણ તેઓ યેનકેન પ્રકારેણ આઇપીએલની કોઇ ને કોઇ ફ્રેંચાઇઝી સાથે જોડાયેલા છે. બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે એમ પણ જણાવ્યું કે આ વખતે કેપ્ટન વિરાટ કોહલીની કોચ પસંદગીમાં કોઇ ભૂમિકા રહેશે નહીં. તેની દરમિયાનગીરી રહેશે નહીં. એવું જાણવા મળે છે કે 1પ સપ્ટેબરથી દ. આફ્રિકા સામે શરૂ થતી હોમ સિરિઝ પહેલા ટીમ ઇન્ડિયાને નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ મળી જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer