દલિત સાથે લગ્ન કરતા પુત્રીને ભાજપ વિધાયકની ધમકી

દલિત સાથે લગ્ન કરતા પુત્રીને ભાજપ વિધાયકની ધમકી
નવી દિલ્હી, તા.11 : ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લાના બિથરી ચેનપુરથી ભાજપના વિધાયક રાજેશ કુમાર મિશ્રા ઉપર તેની જ પુત્રીએ દલિત સાથે લગ્ન કરવા બદલ ધમકી આપ્યાનો આરોપ મુક્યો હતો. મિશ્રાની પુત્રી સાક્ષીના વાયરલ થયેલા બે વિડિયોમાં પોતાના અને પ્રેમીના જીવને જોખમ હોવાની ભીતિ વ્યક્ત કરી હતી. જેને લઈને વિવાદ શરૂ થયો હતો. બીજી તરફ ભાજપ વિધાયક મિશ્રાએ આરોપોને નકાર્યા હતા અને કોઈપણ ધમકી ન આપી હોવાનું કહ્યું હતું.  આ અગાઉ સાક્ષી મિશ્રા અને તેના પતિ અજીતેશ કુમાર દ્વારા જીવના જોખમની ભીતિ વ્યક્ત કરીને સુરક્ષા માગી હતી. આ વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયોને ધ્યાને લઈને ડીઆઈજીએ કહ્યું હતું કે, સાક્ષી અને તેના પતિ ક્યાં છે તેની કોઈપણ જાણકારી આપી ન હોવાથી સુરક્ષા ક્યાં આપવી તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer