વહેલી વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક-પાણીનું સંકટ

સૌરાષ્ટ્રમાં ગત વર્ષે જુલાઇના પ્રથમ પખવાડિયામાં વરસાદ આ વર્ષ જેટલો જ હતો
જૂનાગઢ, તા.11 : સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા વર્ષોથી વરસાદ અનિયમિત બનતા ભૂતળ મોટા ભાગે ખાલી થવા લાગ્યા છે. ગત જુલાઇ માસના પ્રથમ પખવાડિયામાં પણ વરસાદ આ વર્ષ જેટલો જ નોંધાયો હતો. પણ આ વર્ષે વાવણી વહેલી કરાતા સંકટ ગંભીર બન્યું છે.
જૂનાગઢ જિલ્લામાં જુલાઇ માસની 11 તારીખ સુધીમાં ભેંસાણ 113, જૂનાગઢ 128, કેશોદ 162, માળિયા 235, માણાવદર 138, માંગરોળ 168, મેંદરડા 283, વંથલી 173, વિસાવદર 229 મીમી એટલે કે સરેરાશ 7 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.
રાજકોટ જિલ્લામાં ગત વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં 23.13 ટકા વરસાદની ખાધ પડી છે. ગત વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ 266 મી.મી. એટલે કે 36.54 ટકા વરસાદ વરસી ગયો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 85 મી.મી. એટલે કે 13.41 ટકા જ વરસાદ પડયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગીરગઢડા 212 મીમી, કોડીનાર 222 મીમી, સુત્રાપાડા 388, તાલાળા 364 મીમી, ઉના 251 મીમી, વેરાવળ 203 મીમી, વરસાદ ગત વર્ષે આ સમયે નોંધાયો હતો. ચાલુ વર્ષે પણ ગીર સોમનાથ જિલ્લામાં વાવણી ઉપર બે વરસાદ થતાં ત્યાં મોલાતોને હજુ વાંધો નથી.
અમરેલી 138 મીમી, બાબરા 166, બગસરા 93 મીમી, ધારી 58 મીમી, ફાજરાબાદ 119 મીમી, ખાંભા 140 મીમી, લાઠી 194 મીમી, લીલીયા 98 મીમી, રાજુલા 98 મીમી, સાવરકુંડલા 260 મીમી અને વડિયામાં 95 મીમી નોંધાયો હતો. આ વર્ષે ગત વર્ષ કરતા વધારે વરસાદ પડયો છે.
ભાવનગરમાં 277 મીમી, ગારિયાધાર 120 મીમી, ઘોઘા 195 મીમી, જેસર 71 મીમી, મહુવા 170 મીમી, પાલીતાણા 137 મીમી, સિંહોર 160 મીમી, તળાજા 185 મીમી, ઉમરાળા 179 મીમી, વલભીપુર 171 મીમી, વરસાદ નોંધાયો હતો.
બોટાદ 152 મીમી, બરવાળા 140 મીમી, ગઢડા 128 મીમી, રાણપુર 145 મીમી વરસાદ નોંધાયો હતો. આ વર્ષે જિલ્લામાં તેનાથી ઓછો વરસાદ પડયો છે. આમ સૌરાષ્ટ્રના છ જિલ્લામાં ગત વર્ષ જુલાઇના પ્રથમ પખવાડિયામાં પડેલા વરસાદ જેટલો જ આ વર્ષે વરસાદ નોંધાયો હતો.
રાજકોટ તાલુકામાં ગત વર્ષે જુલાઈ માસના સુધીમાં 418 મી.મી. વરસાદ વરસી ચુક્યો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 98 મી.મી. વરસાદ જ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ગત વર્ષે જુલાઈ માસ સુધીમાં 374 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં અહી માત્ર 42 મી.મી. જ વરસાદ નોંધાયો છે. કોટડા સાંગાણીમાં ગત વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં 216 મી.મી. હતો. જ્યારે આ વર્ષે હજુ સુધી 72 મી.મી. વરસાદ નોંધાયો છે. આ સિવાય લોધીકા તાલુકામાં ગત વર્ષે 372 મી.મી., પડધરીમાં 176 મી.મી., જસદણમાં 223 મી.મી., વિંછીયામાં 144 મી.મી., ગોંડલમાં 246 મી.મી., જેતપુરમાં 224 મી.મી., ધોરાજીમાં 282 મી.મી. અને ઉપલેટામાં 250 મી.મી. વરસાદ પડી ચુક્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં લોધીકામાં 87 મી.મી., પડધરીમાં 101 મી.મી., જસદણમાં 74 મી.મી., વિંછીયામાં 78 મી.મી., ગોંડલમાં 156 મી.મી., જેતપુરમાં 22 મી.મી., ધોરાજીમાં 111 મી.મી. અને ઉપલેટામાં 95 મી.મી. વરસાદ નોંધાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer