વડોદરામાં વિદ્યાર્થિનીનો સ્કૂલની અગાસી પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ

વડોદરામાં વિદ્યાર્થિનીનો સ્કૂલની અગાસી પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ
ભાભીના ભાઈ સાથે પ્રેમસંબંધ બંધાયો’તો
વડોદરા, તા.11 : વડોદરાના ડભોઈ રોડપર પરિવાર સાથે રહેતી અને દતેશ્વર ગામમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલમાં રીસેશ દરમિયાન સ્કૂલની અગાસી પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અને હાથધરેલી તપાસમાં વિદ્યાર્થિનીને તેના ભાભીના ભાઈ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. અને આ અંગેની ભાઈ-ભાભીને જાણ થઈ જતા તેઓએ સ્કૂલે આવીને માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ વિદ્યાર્થિનીએ એક વિદ્યાર્થીનો ફોન લઈને કોઈ વ્યકિતને ફોન કરયો હતો. પરંતુ ફોન બંધ આવતા બાદમાં આ પગલુ ભરી લીધાનુ ખુલ્યુ હતુ. સ્કૂલના પ્રાયમરી પ્રિન્સીપાલ સુરેખાબેનએ જણાવ્યુ હતુ. કે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ થયો તે અંગે કોઈજાણ નથી. અને સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોબાઈલ લઈ આવવા પર પ્રતિબંધ છે. આ મામલે ડીઈઓ કચેરીના અધિકારીઓ દ્વારા સ્કૂલમાં તપાસ કરી રીપોર્ટ કરવા તજવીજ હાથધરી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer