ગામડાઓમાં પાઇપલાઇનથી પાણી

ગામડાઓમાં પાઇપલાઇનથી પાણી
બીજા કાર્યકાળમાં મોદી સરકાર ઘરોમાં સ્વચ્છ પાણી, જળ સંરક્ષણ યોજના લાવી છે
નવી દિલ્હી, તા. 16 : પહેલા કાર્યકાળમાં ‘સ્વચ્છ ભારત’ અભિયાનને ધ્વજવાહક યોજના બનાવનાર નરેન્દ્ર મોદી સરકાર બીજી ઇનિંગમાં ગ્રામીણ ભારતના તમામ ઘરો સુધી પાઇપલાઇનથી પાણી પહોંચાડવાની યોજના પર કામ કરશે.
આ યોજના તળે મોદી સરકાર પાઇપલાઇનથી પાણી અને જળ સંરક્ષણને અગ્રતા આપશે. જળ સંશાધનમાંથી ‘જળ શક્તિ’ મંત્રાલય રચીને મોદીએ પહેલાં જ આ અંગે સંકેત આપી દીધો હતો. સૌભાગ્ય યોજના તળે મોદી સરકારે દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું લક્ષ્ય લગભગ હાંસિલ કરી લીધું છે. જો કે, હવે દરેક ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનું હાથ?પર લેવાયેલું કામ આસાન નથી તેવું જાણકારો કહે છે.વર્ષ 2024 સુધી દેશના ગામેગામમાં ઘરે ઘર સુધી પાઇપલાઇનથી પાણી પૂરું પાડવાની યોજના પણ શૌચાલય નિર્માણ?જેવી છે. મોદી સરકારે સ્વચ્છ પાણી પહોંચાડવા ઉપરાંત જળ સંરક્ષણ તેમજ સદઉપયોગ માટે લોકોને જાગૃત કરવાનો પણ ફેંસલો કર્યો છે. સામાન્ય જનતાને જળ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે સરકાર ‘જળદૂતો’ની નિયુક્તિની યોજના પણ તૈયાર કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer