1.14 અબજની જમીનમાંથી દબાણોનો સફાયો!

1.14 અબજની જમીનમાંથી દબાણોનો સફાયો!
150 ફૂટ રીંગ રોડ પર હિંમતનગર પાછળના અનામત પ્લોટમાંથી કાચા મકાનો-વંડાના દબાણો દૂર કરાયા
રાજકોટ તા.11 : મનપાની ટાઉન પ્લાનીંગ શાખાએ આજે સવારે ન્યુ રાજકોટમાં દોઢસો ફૂટ રીંગ રોડ પર હિમંતનગરના પાછળના ભાગે આવેલી રાજકોટ ટી.પી.સ્કીમ નં.9ના રિઝર્વેશનના પ્લોટમાં થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવીને રૂ.114 કરોડની કિંમતની 22925 ચો.મી.જમીન ખુલ્લી કરાવી હતી.
ટી.પી.ઓ સાગઠિયાના જણાવ્યાનુસાર સરકાર દ્વારા ટી.પી.સ્કીમ નં.9 (રાજકોટ) તા.8 નવેમ્બર 2016થી પ્રારંભિક મંજૂર કરવામાં આવી હતી જે અન્વયે મનપા દ્વારા મકાનો દૂર કરવા નોટીસ આપવામાં આવી હતી તેમજ વારંવાર રૂબરૂ સ્થળ પર જાણ પણ કરવામાં આવી હતી છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આજે ફાઈનલ પ્લોટ નં. એસ-2 અને એસ-3 (એસઈ ડબલ્યુએસએસ), હિમતનગર પાછળ, દોઢસો ફૂટ રીંગ રોડ રાજકોટના અનામત પ્લોટ પર આવેલા 3 મકાનો અને કાચા વંડાના દબાણો દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું જેમાં અંદાજે 22925 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી જેની કિંમત રૂ.1,14,62,50,000 થતી હોવાનું જાણવા મળ્યું છે.
ડિમોલિશનની કામગીરીમાં વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર પી.ડી.અઢિયા, એ.જે પરસાણા, આર.એન.મકવાણા, વિજીલન્સ શાખા ડીવાયએસપી ઝાલા, પીએસઆઈ ચુડાસમા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer