‘અમારા પિતાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે’

પોરબંદરમાં ઉઠામણા દરમિયાન મૃતકની પુત્રીઓએ આક્રંદ સાથે લોહાણા સમાજના આગેવાનો પાસે માગી મદદ
પોરબંદર, તા.11: પોરબંદરમાં બે દિવસ પહેલા લોહાણા વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધાના બનાવમાં તેની બે પુત્રીઓએ િ5તાની પ્રાર્થનાસભામાં ચોધાર આંસુએ રડીને ઉપસ્થિતો પાસે મદદ માગી પિતાની આત્મહત્યા માટે વ્યાજખોરો જવાબદાર હોવાનું જણાવી તેઓથી રક્ષણ આપવા સમાજ મદદરૂપ બને તેવી અપીલ કરતા ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
પોરબંદરની જલારામ કોલોનીમાં સરસ્વતી સ્કૂલ પાસે રહેતા જયંતભાઇ છગનભાઇ મોનાણી (ઉ.વ. 61) એ કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા હોસિ્5ટલે બાદ વધુ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. દરમિયાન લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં જયંતભાઇ મોનાણીનું ઉઠમણું ચાલુ હતું ત્યારે અચાનક જ તેમની બે પુત્રીઓ ત્યાં આવી પહોંચી હતી અને ઉભા થઇને ચોધાર આંસુએ રડી એવું જણાવ્યું હતું કે, ‘અમારા પિતાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે, લોહાણાની દીકરીઓ તરીકે અમે તમારી પાસે એટલી મદદ માગીએ છીએ કે, અમારા પિતાને મરવા માટે મજબૂર કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને એ વ્યાજખોરો અમને કોઇપણ રીતે હેરાન કરે નહીં તે માટે સમાજ અમને મદદરૂપ બને’ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા અને મહાજન અગ્રણી કપીલભાઇ કોટેચા વગેરેએ જણાવ્યું કે, પોરબંદર લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે ઉઠમણામાં કોઇ દીકરીઓ એ રડીને સમાજ પાસે મદદની માગણી કરી હોય આથી સમગ્ર સમાજ આ બન્ને દીકરીઓ અને પરિવારની સાથે છે. વ્યાજખોરો કે અન્ય કોઇ વ્યકિત હેરાન કરે તો ગમે ત્યારે તેઓનો સંપર્ક સાધવામાં આવે તો મદદ માટે ચોવીસે કલાક ખડેપગે રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer