ઓસ્ટ્રેલિયાને ફટકો: સ્ટોનિસ વર્લ્ડ કપની લગભગ બહાર

ઓસ્ટ્રેલિયાને ફટકો: સ્ટોનિસ વર્લ્ડ કપની લગભગ બહાર
મિચેલ માર્શને બોલાવાયો
લંડન તા.11: પાકિસ્તાન વિરૂધ્ધ આવતીકાલે રમાનાર મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડયો છે. કાંગારૂ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોનિસ સ્નાયૂઓ ખેંચાઇ જવાની ઇજાને લીધે પાક. વિરૂધ્ધના મેચની બહાર થઇ ગયો છે. સ્ટોનિસ લગભગ વર્લ્ડ કપની પણ બહાર થઇ જશે તેવી આશંકા વ્યકત થઇ રહી છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ટીમ મેનેજમેન્ટે મિચેલ માર્શને ટીમ સાથે જોડાવા બોલાવ્યો છે. આઇસીસીના નિયમ અનુસાર જો કોઇ ખેલાડી પૂરી ટૂર્નામેન્ટની બહાર થાય તો જ બીજા ખેલાડીનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. જો સ્ટોનિસની ઇજા ગંભીર હશે અને વર્લ્ડ કપની બહાર થશે તો ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઓલરાઉન્ડર મિચેલ માર્શનો સમાવેશ થશે.
વર્લ્ડ કપમાં સ્ટોનિસની સફર ચાલુ રહેશે કે નહીં, તેનો નિર્ણય પાકિસ્તાન સામેના મેચ બાદ લેવામાં આવશે. બુધવારના પાક. સામેના મેચ બાદ ઓસ્ટ્રેલિયા શનિવારે ઓવલના મેદાન પર શ્રીલંકા સામે રમવાની છે. સ્ટોનિસે ભારત સામેના મેચમાં આખરી ઓવરમાં ધોની અને કોહલીની વિકેટ લીધી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer