સંયમ, સંતોષ, સંપ, સહનશક્તિ, ક્ષમા અને સમજણમાં સાચુ સુખ છે: અપૂર્વમુનિ

સંયમ, સંતોષ, સંપ, સહનશક્તિ, ક્ષમા અને સમજણમાં સાચુ સુખ છે: અપૂર્વમુનિ
બીએપીએસ દ્વારા મોરબી રોડ પર પ્રેરણા સમારોહ યોજાયો
રાજકોટ : પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. મંદિર દ્વારા મોરબીરોડ સેટેલાઇટ ચોક અને બાપા સીતારામ ચોક, મવડી રોડ ખાતે પ્રેરણા સમારોહનું આયોનજ કરવામાં આવ્યું હતું. રાજકોટ મંદિરના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ ‘સુખનું સાચું સરનામું’ વિષયે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.
આ સમારોહમાં સૌ ભક્તો-ભાવિકોએ ભગવાન સ્વામિનારાયણના યુવાન સ્વરૂપ નીલકંઠવર્ણીના અભિષેકનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકાર હિતેશદાન ગઢવી અને તેના સાથી કલાકારોએ ભક્તિસંગીતથી સમારોહની શરૂઆત કરી.
અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, સાચું સુખ ત્રણ વાતમાં છે: સ્વધર્મનિષ્ઠા, સંઘનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠા. સાચું સુખ એ સંયમ, સંતોષ, સંપ, સહનશક્તિ, ક્ષમા, સમજણ અને સેવામાં આવે. નિર્વ્યસની સમાજ એ સુખી સમાજ તરફનો રસ્તો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer