હરિહર-લીમડા ચોક ટ્રાફિકના નિયમોનો ભંગ : ઈઈઝટ શું કામના ?

હરિહર-લીમડા ચોક ટ્રાફિકના નિયમોનો ભંગ : ઈઈઝટ શું કામના ?
શહેરના મુખ્ય માર્ગો પર જાહેરમાં પાન-ફાકી-માવાની પીચકારી મારનારા લોકો હવે સીસીટીવી કેમેરાની નજરમાં કેદ થઇ રહ્યાં છે અને આવા લોકોને દંડની રકમનો ઇ-મેમો મોકલવાનું પણ કોર્પોરેશને શરૂ કરી દીધું છે ત્યારે આ જ સીસીટીવી કેમેરા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનારા લોકોને પકડવા નિષ્ફળ પૂરવાર થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રસ્તુત તસવીર શહેરના લીંમડા ચોક તેમજ હરિહર ચોકને જોડતા રસ્તાની છે. જ્યાં આડેધડ નાના-મોટા વાહનોના પાર્કિંગ થઇ રહ્યાં છે તો સાથોસાથ નિયમ વિરૂધ્ધ જઇને ખાનગી ટ્રાવેલ્સની બસો પણ આ રસ્તા પરથી દોડે છે. અહીં જે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યાં છે તેની નજરમાં ક્યારેય ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વ્યક્તિ પકડાતાં નથી જે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી બાબત છે. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer