ભાઈચુંગની બાયોપિક માટે મારો સંપર્ક કરાયો નથી : ટાઇગર

ભાઈચુંગની બાયોપિક માટે મારો સંપર્ક કરાયો નથી : ટાઇગર
યુથ આઇકોન ગણાતો ટાઇગર શ્રોફ આજકાલ ફિલ્મ ‘સ્ટુડન્ટ અૉફ ધી યર’માં સુંદર ભૂમિકા ભજવવા બદલ ચર્ચામાં છે. જોકે, ફિલ્મને બોક્ષ ઓફિસ પર ધાર્યા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી તેમ છતાં ટાઇગરના કામની પ્રશંસા થઈ રહી છે. હવે મૂળ વાત પર આવીએ બોલીવૂડમાં એવી અફવા ફેલાઈ છે કે જાણીતા ફૂટબૉલ ખેલાડી ભાઇચુંગ ભૂતિયાની બાયોપિક બનવા જઈ રહી છે અને તેના રોલ માટે ટાઇગર શ્રોફની પસંદગી કરવામાં આવી છે. જોકે આવી તમામ અટકળોને ફગાવી દેતાં ટાઇગરે જણાવ્યું હતું કે આ માટે મારો કોઈ સંપર્ક કરવામાં નથી આવ્યો અને હું આવા કોઇ પણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો નથી. ટાઇગરની આગામી રિલીઝ હજી અનટાઇટલ્ડ છે અને તે ગુરુ-શિષ્યના સંબંધો પર આધારિત રિતિક રોશન સાથેની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer