જાહ્નવી, અનન્યા સાથે કોઇ સ્પર્ધા નથી: સારા અલી ખાન

જાહ્નવી, અનન્યા સાથે કોઇ સ્પર્ધા નથી:  સારા અલી ખાન
મુંબઈ, તા. 18 : બોલિવૂડમાં બે યુવા સ્ટાર અભિનેત્રી જાહ્નવી કપૂર અને સારા અલી ખાન હાલમાં ભારે લોકપ્રિયતા જગાવી રહી છે. બંને અભિનેત્રીઓ ગયા વર્ષે બોલિવૂડમાં પ્રવેશી હતી. બંને અબિનેત્રીઓ હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે. ગયા વર્ષે ફિલ્મ ધડક મારફતે શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બીજી બાજુ સારા અલી ખાને પણ ગયા વર્ષે જ ફિલ્મ કેદારનાથ મારફતે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંને અભિનેત્રી ટૂંકા ગાળામાં જ પોતાની કુશળતાનાં કારણે જાણતી બની ગઈ હતી. તેમની ફેશન સેન્સને લઇને પણ ચર્ચા જારી રહી છે. એકબાજુ બંને સોશિયલ મીડિયા મારફતે પણ ચર્ચામાં રહી છે. બંને વચ્ચે ગળાકાપ સ્પર્ધા હોવાની વાત પણ સપાટી પર આવી હતી. જો કે હવે બંને સ્ટારે તેમની વચ્ચે કોઇ સ્પર્ધા હોવાના હેવાલને રદિયો આપ્યો છે. સારા હાલમાં તેની સિમ્બા ફિલ્મના કારણે ચર્ચામાં રહી હતી. તેનું કહેવું છે કે જાહ્નવી કપૂર સાથે તેની કોઇ પણ પ્રકારની સ્પર્ધા નથી. તેનું કહેવું છે કે જાહ્નવી કપૂર પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધરી રહી છે. સારા અને જાહ્નવી કપૂર વચ્ચે કોણ શ્રેષ્ઠ છે તેને લઈને પ્રશ્ન થતા રહે છે. જો કે આવા પ્રશ્નનો ક્યારેય બંને દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી. સારા અલી ખાને કહ્યું છે કે તેનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મોટી છે. અહીં તમામ માટે સ્પેશ છે. તમામ માટે કામની તક રહેલી છે. તમે જ્યાં છો ત્યાં જ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. તાજેતરમાં જ સારા અલી ખાને એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યંy હતું કે તેની સાથે બોન્ડિંગ ખૂબ મજબૂત છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો એવું જાણવા મળી રહ્યું છે કે સારા અલી ખાન હવે કુલી નંબર વન ફિલ્મની રીમેક ફિલ્મમાં વરુણ ધવનની સાથે નજરે પડનાર છે. ફિલ્મ માટેનું શાટિંગ જુલાઇ માસમાં શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ આગામી વર્ષે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. બીજી બાજુ જાહ્નવી કપૂર ગુંજન સક્સેનાની ફિલ્મને લઇને વ્યસ્ત છે. સારા અલી ખાન અને જાહ્નવી કપૂર વચ્ચે મિત્રતા પણ ખૂબ જાણીતી રહી છે. રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મમાં સારા હાલમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ફિલ્મમાં રણવીર સિંહની સાથે સારાની જોડી જામી હતી. જાહ્નવી કપૂર અને સારા અલી ખાનની લોકપ્રિયતા વધવા માટેનાં કારણો સ્ટાર કિડ્સ તરીકે પણ છે. તેમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી થઇ તે પહેલા જ તે લોકપ્રિય થઈ ગઈ હતી. તેમની ચર્ચા પહેલી ફિલ્મની રજૂઆત પહેલા જ જોવા મળી રહી હતી. જાહ્નવીની ચર્ચા શ્રીદેવીની પુત્રી હોવાના કારણે વધારે રહી છે. જ્યારે સારા અલી ખાન સેફ અલી ખાનની પુત્રી તરીકે રહી છે. બોલિવૂડમાં પણ તેમની પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer