મિનિ વેકેશન માણતા ભારતીય ક્રિકેટરો

મિનિ વેકેશન માણતા ભારતીય ક્રિકેટરો
નવી દિલ્હી, તા. 18 : આઈપીએલની સમાપ્તી બાદ હવે વિશ્વકપ શરૂ થવાને થોડા દિવસો જ બાકી છે. તેવામાં ટીમ ઈન્ડિયાને વિશ્વકપ પહેલા ફ્રેશ થવા માટે તાલિમ અને ક્રિકેટની દોડધામથી રજા લઈને આરામનો સમય વિતાવવાની સલાહ દેવામાં આવી છે. ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓને શારિરીક સાથે માનસિક રીતે પણ તૈયાર રહેવાની જરૂર હોય છે. જેને અનુલક્ષીને જ ખેલાડીઓને હરીફરીને તૈયાર થવાનો એક અનોખો રસ્તો બતાવવામાં આવ્યો છે.  ભારતીય ક્રિકેટ ટીમમાંથી અમુક સિલેક્ટેડ ખેલાડીઓ વિશ્વકપ પહેલા હાલ વેકેશન માણી રહ્યા છે. જેમાં વિરાટ કોહલી, શિખર ધવન, યજુર્વેન્દ્ર ચહલ સહિતના ક્રિકેટરોનો સમાવેશ થાય છે. જ્યારે રોહિત શર્મા માલદીવમાં પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે. કોહલી પરાગ્વેમાં છે અને ચહલ ગોવામાં આરામ ફરમાવી રહ્યો છે. હવે ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ રજામાંથી 19 મે આસપાસ પરત ફરી જશે અને ટીમ સાથે જોડાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer