પી.એસ.ઓ. જ મારી હત્યા કરાવી શકે : કેજરીનો દાવો

પી.એસ.ઓ. જ મારી હત્યા કરાવી શકે : કેજરીનો દાવો
મારી આસપાસ જે પોલીસવાળા છે તે ભાજપને રિપોર્ટ કરે છે : મુખ્યમંત્રી
નવી દિલ્હી, તા. 18 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના અંગત સુરક્ષા અધિકારી (પી.એસ.ઓ.)થી જ જીવનું જોખમ હોવાનો સનસનીખેજ દાવો કર્યો છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, મારી આસપાસ જે પોલીસવાળા છે તે તમામ ભાજપને રિપોર્ટ કરે છે અને બની શકે કે ભાજપ ઈન્દિરા ગાંધીની જેમ જ પી.એસ.ઓ. થકી જ મારી હત્યા કરાવી નાખે.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલે અગાઉ 2016માં પણ પોતાની હત્યાની આશંકા દર્શાવી હતી. તેમણે એ વખતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી હત્યા કરાવી શકે છે. હવે તેમણે પોતાની સુરક્ષામાં લાગેલા જવાનો જ પોતાને ખતમ કરી નાખશે એવી ભીતિ વ્યક્ત કરી છે. કેજરીવાલના દાવાને આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પણ સમર્થન આપ્યું છે. ભારદ્વાજે કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના પર પોલીસની હાજરીમાં જ છવાર હુમલા થઈ ચૂક્યા છે. આવી ઘટનાઓ બાદ પણ  આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer